You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી આપ્યું રાજીનામું, કોણ બનશે નવા મુખ્ય મંત્રી? - ન્યૂઝ અપડેટ
કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી સિદ્ધારમૈયાએ પાર્ટી હાઇકમાનને કરેલા વાયદા પ્રમાણે રાજીનામું આપી દીધું છે.
આ પહેલા તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ કૉંગ્રેસ હાઇકમાનની વાત માનશે.
તેમણે 2013થી 1018 સુધી મુખ્ય મંત્રીપદનો પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તથા 20મી મેના રોજ બીજા કાર્યકાળનાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં.
ગુરુવારે રાજીનામું આપવા પહેલાં કૅબિનેટના સહોયોગીઓ સાથેની બેઠકમાં તેઓ ભાવુક થઈ ગયા હતા.
કર્ણાટકમાં હવે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા સહજ દેખાઈ રહી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમની જગ્યાએ ડીકે શિવકુમાર નવા મુખ્ય મંત્રી બની શકે છે.
ભાજપે ચાર રાજ્યોમાં બનાવ્યા નવા પાર્ટી અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં નવા પાર્ટી અધ્યક્ષોની નિમણૂક કરી છે.
દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને પાર્ટી પ્રમુખ બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે પંજાબમાં સરકાર કેવલસિંહ ઢિલ્લોનને પાર્ટી પ્રમુખ તરીકે પસંદ કરાયા છે.
હરિયાણામાં ડૉ. અર્ચના ગુપ્તા પાર્ટીનાં નવાં અધ્યક્ષ બનશે જ્યારે ત્રિપુરામાં અભિષેક દેબરૉયને પાર્ટી પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે.
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર તરફથી જારી કરવામાં આવેલા લેખિત નિવેદન અનુસાર બધી નિયુક્તિ તત્કાળ પ્રભાવથી લાગુ થશે.
અમેરિકાએ ઈરાનની અંદર સૈન્યમથકો પર નવા હુમલા કર્યા
અમેરિકાની સેનાએ ઈરાન પર નવા હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાએ ઈરાનના રણનીતિક પોર્ટ સિટી બંદ અબ્બાસ ખાતે એક સૈન્યમથક પર હુમલો કર્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે તેની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ ખતરો પેદા કરી રહેલાં ઈરાનના ચાર ડ્રોન પણ તોડી પાડ્યાં છે, જે હુમલો કરી શકે છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, બંદર અબ્બાસ ખાતે સૈન્યમથક પર હુમલો એટલા માટે કરાયો કારણ કે ત્યાંથી ઈરાન પાંચમો ડ્રોન હુમલો લૉન્ચ કરવાનું હતું.
ઈરાની મીડિયાએ શહેરના પૂર્વ ભાગમાં વિસ્ફોટના સમાચાર આપ્યા છે.
આ હુમલા ત્યારે થયા છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ખૂબ જ નાજુક યુદ્ધવિરામ લાગુ છે અને ત્રણ મહિના લાંબા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે.
આ યુદ્ધે હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રી માર્ગને પ્રભાવિત કર્યો છે અને દુનિયામાં ઊર્જા અને ઈંધણના ભાવ વધ્યા છે.
વડા પ્રધાન મોદીએ ઈદ-ઉલ-અઝાની શુભકામનાઓ પાઠવી, શું કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અઝા (બકરીદ) પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લોકોને આ તહેવાર પર શુભકામનાઓ આપતા લખ્યું કે, આ તહેવાર સમાજમાં ભાઈચારો અને ખુશીઓની ભાવનાને વધ મજબૂત કરે. બધાની સફળતા અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. આ અવસર લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સૌહાર્દ લઈને આવે.
આજે દેશભરમાં ઈદ અલ-અઝા ઉજવવામાં આવી રહી છે. ઈદ અલ-અઝાને બકરી ઈદ કે કુરબાનીની ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઈદ અલ-અઝા ઇસ્લામિક કૅલેન્ડરના છેલ્લા મહિના ઝિલ્હિજ્જના દસમા દિવસે ઉજવવામાં આવે છે.
આ ઈદ મુસ્લિમ પયગંબર અને હઝરત મોહમ્મદના પૂર્વજ હઝરત ઇબ્રાહિમની કુરબાનીની યાદમાં ઉજવવામાં આવે છે.
મુસ્લિમો માને છે કે અલ્લાહે ઇબ્રાહિમને તેમની ભક્તિની કસોટી કરવા માટે તેમની સૌથી પ્રિય સંપત્તિનું બલિદાન આપવા કહ્યું હતું. ઇબ્રાહિમે તેમના પુત્ર ઇસ્માઇલનું અલ્લાહના માર્ગમાં બલિદાન આપવાનું નક્કી કર્યું.
ત્વિષા શર્મા કેસમાં તેમનાં સાસુ ગિરિબાલા સિંહના આગોતરા જામીન રદ
બુધવારે, મધ્યપ્રદેશ હાઇકોર્ટે ત્વિષા શર્મા કેસમાં તેમના સાસુ ગિરિબાલા સિંહને આપેલા આગોતરા જામીન રદ કર્યા છે.
આ નિર્ણયથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) માટે ગિરિબાલા સિંહને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાનો રસ્તો મોકળો થયો છે.
સીબીઆઇ હવે વિગતવાર પૂછપરછ માટે તેમની કસ્ટડીની પણ માંગ કરી શકે છે.
આ પહેલાં, સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બૅન્ચે ત્વિષા શર્માના મૃત્યુ સંબંધિત કેસની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓમોટો કરી હતી. કોર્ટે જણાવ્યું કે તે આ મામલાની સ્વયં સુનાવણી એટલે કરી રહી છે કારણ કે એવી ધારણા બની રહી હતી નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી કેમ કે મૃતકના પતિ વકીલ છે અને તેમનાં સાસુ પૂર્વ જિલ્લા ન્યાયાધીશ હતી.
કોર્ટે કહ્યું હતું કે, "અમે પીડિતોના પરિવારના સભ્યો અને આરોપી બંનેને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ મીડિયામાં કે જાહેર પ્લૅટફૉર્મ પર નિવેદનો આપવાને બદલે તપાસ એજન્સી સમક્ષ પોતાનાં નિવેદનો રજૂ કરે, જેથી તપાસ દરમિયાન કોઈ પક્ષપાત કે તેની નકારાત્મક અસર ન પડે."
ત્વિષા શર્મા 12મેના રોજ ભોપાલના કટારા હિલ્સ સ્થિત તેમના સાસરિયાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહ પર દહેજ માટે હેરાન કરવાનો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
સમર્થ સિંહે ગયા શુક્રવારે જબલપુરમાં સરેન્ડર કર્યું હતું અને શનિવારે તેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશ પોલીસે ત્વિષાનાં સાસુ અને સમર્થનાં માતા ગિરીબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કરવા માટે હાઇકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન