અમેરિકામાં ટેક-ઑફ પહેલાં બે વિમાનની વિંગ એકબીજા સાથે અથડાઈ - ન્યૂઝ અપડેટ

અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના રીગન ઍરપૉર્ટ પરથી ઉડાન ભરતાં પહેલાં બે અમેરિકન ઍરલાઇન્સ વિમાનોની વિંગ એકબીજા સાથે અથડાઈ હતી.
શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 5:10 વાગ્યે આ ઘટના બની, જ્યારે બંને વિમાનો ટેક-ઑફ માટે રનવેની નજીક આવી રહ્યાં હતાં.
અમેરિકન ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન (એફએએ)એ આ માહિતી આપી છે.
અમેરિકન ઍરલાઇન્સના જણાવ્યા અનુસાર, એક વિમાનની પાંખ બીજા વિમાન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
એફએએએ કહ્યું છે કે તે આ ઘટનાની તપાસ કરશે.
અમેરિકન ઍરલાઇન્સના જણાવ્યા અનુસાર, અથડામણ પછી બંને વિમાનોને પાછા ગેટ પર લવાયાં હતાં. ટેકનિકલ ટીમોની તપાસ માટે તેને સેવામાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.
ન્યૂઝીલૅન્ડની ટીમ 356 રનમાં ઑલઆઉટ, આકાશદીપે ઝડપી પાંચ વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડની ટીમ 356 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ બ્લંડેલે સૌથી વધુ 89 રન બનાવ્યા, જ્યારે કૅપ્ટન ટૉમ લેથમે 59 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બે સિવાય ન્યૂઝીલૅન્ડનો બીજો કોઈ બૅટ્સમૅન 50 રનનો આંકડો પાર કરી શક્યો નહીં.
ભારત તરફથી આકાશદીપે શાનદાર બૉલિંગ કરીને 99 રન આપીને પાંચ વિકેટ લીધી. અંશુલ કંબોજ અને ગુર્નૂર બ્રારે બે-બે વિકેટ લીધી.
જસપ્રીત બુમરાહને પહેલી ઇનિંગમાં કોઈ વિકેટ મળી ન હતી.
હવે ભારત માટે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરી શકે છે.
બંને દેશો વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચ ડ્રો રહી હતી.
અમેરિકામાં વાવાઝોડાથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ, હજારો ફ્લાઇટ્સ મોડી પડી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડાને કારણે અમેરિકામાં લાખો લોકો વીજળી વપરાશ વગરના થઈ ગયા છે. વાવાઝોડાના એક દિવસ પછી પણ ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો પુનઃસ્થાપિત થયો નથી.
ગુરુવારે અમેરિકાના પૂર્વ કિનારા પર એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે ભારે પવન સાથે વરસાદ આવ્યો, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર આવ્યું છે.
વીજળી ગુલ થવાથી પેન્સિલવેનિયા રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વીજળી મૉનિટરિંગ વેબસાઇટ PowerOutage.us અનુસાર, શુક્રવારે સવારે પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વીજળી વગર રહ્યા હતા.
અમેરિકાના પશ્ચિમ કિનારા પર પણ વાવાઝોડું આવ્યું હતું. જોકે, હવામાન હવે સારું થઈ રહ્યું છે. આગાહી કરનારાઓનું કહેવું છે કે પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે.
આ વાવાઝોડાને કારણે અમેરિકામાં હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી છે. શુક્રવારે 2,700થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
FlightAware.com અનુસાર, થેંક્સગિવિંગ ડે પર 2,500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 450થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























