BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
પાંચ બાળકની માતાનું 24 કલાકમાં જ મોત, નિતંબોને મોટા કરવાની સર્જરી કેટલી જોખમી હોય?
ઍલિસની ઘટના હવે બ્રિટનમાં ઝડપથી વિકસી રહેલા સૌંદર્ય સારવાર ઉદ્યોગ અંગે ચાલી રહેલી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. શરીરના દેખાવમાં ફેરફાર કરતાં કૉસ્મેટિક ઇન્જેક્શનો મુખ્ય બજારોમાં આવેલા બ્યુટી સલૂનથી માંડીને ભાડે લેવાયેલી ઓફિસો અને હોટલના રૂમ સુધી, લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.
ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો: પતિના મૃત્યુ પછી છૂટાછેડા રદ કર્યા, પત્નીને વિધવાનો દરજ્જો કેવી રીતે મળ્યો?
ગુજરાત હાઈકૉર્ટે તાજેતરમાં એક અપીલના ચુકાદામાં પુરુષના મૃત્યુ પછી તેના છૂટાછેડાના હુકમનામાને રદ કર્યો, જેના કારણે તેની પત્નીને વિધવાનો દરજ્જો મળ્યો અને પતિની મિલકત પર તેનો અધિકાર મળ્યો હતો.
આસામમાં દાયકાઓનું સૌથી ભયાનક પૂર, સેંકડો ગામોમાં પાણી ફરી વળ્યાં, કેટલાયનાં મોત
આસામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં લગભગ ચાર અઠવાડિયાંથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
પેપરલીક રોકવા માટેનો નવો પ્રસ્તાવિત કાયદો - કેટલાં વર્ષની જેલ અને કેટલો દંડ?
કરવા માટે સંસદમાં પબ્લિક ઍકઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેયર મિન્સ સંશોધન ઍક્ટ 2026 રજૂ કર્યો છે. તેનો હેતુ પેપરલીક, પરીક્ષામાં સંસ્થાગત છેતરપિંડી રોકવા અને પરીક્ષા એજન્સીઓની જવાબદારી વધારવા માટે કાયદાને વધુ કડક બનાવવાનો છે.
ગુજરાત : ગાય-ભેંસના દૂધના ભાવ 36 વાર વધ્યા, પણ ઊંટડીના દૂધની કિંમત 9 વર્ષથી કેમ નથી વધી?
કચ્છમાં અમૂલની સભ્ય તેવી સરહદ ડેરીએ 2017માં ઊંટડીના દૂધની ખરીદી ચાલુ કર્યા બાદ ભાવમાં નવ વરસ દરમિયાન એકેય વાર ખરીદ કિંમતમાં વધારો નથી કર્યો, જ્યારે ગાય-ભેંસના દૂધમાં 36 વાર વધારો કર્યો છે, તેથી ઊંટ ઉછેરકોમાં કચવાટ ફેલાયો છે. જાણો દૂધના ભાવ નહીં વધવાનું કારણ શું છે...
રાજકોટ : એક જ પરિવારના ત્રણ લોકોએ એક સાથે આપઘાત કર્યો, શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરના પૉશ એરિયા ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતા એક જાહેર બાંધકામ વિભાગના નિવૃત ક્લાર્ક અને તેના પરિવારના બે સભ્યોએ સોમવારે સાંજે કથિત રીતે ઝેર ગટગટાવી લેતા ત્રણેયનાં મોત થયાં છે.
એ માણસ, જે દરિયામાં હતો અને 26 સ્વજનોનાં મોતના સમાચાર મળ્યા, છતાં આંખમાંથી એક આંસુ ન પડ્યું
વેનેઝુએલાના ઉત્તર કાંઠે જ્યારે બે શક્તિશાળી ધરતીકંપ આવ્યા ત્યારે 49 વર્ષના વિક્ટર આ બૉટમાં 18 દિવસ માટે ફસાયેલા રહ્યા હતા. સરકાર દરરોજ મોતના આંકડા અપડેટ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં 5300 લોકોનાં મોત થયાં છે. આ ધરતીકંપમાં 16500થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાત : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે, કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે?
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદમાં આંશિક રાહત જોવા મળશે અને ત્યાર બાદ ફરી ચોમાસું સક્રિય થશે.
દબાણ સામે 'ક્યારેય ન ઝૂકનારા' મોદીએ કેમ રાજીનામું લેવા મજબૂર થઈ જવું પડ્યું?
નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય કારકિર્દીમાં નિષ્ફળતા નહીં બરાબર જ જોઈ છે. એ મુખ્ય મંત્રી હોય કે વડા પ્રધાન, તેમને પીછેહઠ કરવી પડી હોય એવું જવલ્લે જ જોવા મળ્યું છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
પ્રહલાદ જોશી : આરએસએસ સાથે જોડાયેલા નવા શિક્ષણમંત્રી કોણ છે?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે. પ્રહલાદ જોશી અત્યારે ગ્રાહક બાબતો, ખાદ્ય તથા જાહેર પુરવઠા મંત્રાલય સંભાળે છે અને સાથે જ તેઓ નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય પણ સંભાળી રહ્યા છે.
નંદન નીલેકણી : એક સમયે કૉંગ્રેસના ઉમેદવાર જેમને મોદીએ પરીક્ષા સુધારણાની જવાબદારી સોંપી, એ કોણ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાઓની તપાસ માટે ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી છે. હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સમાં ટેકનિકલ નિષ્ણાત નંદન નીલેકણી, ઇસરોના પૂર્વ ચૅરમૅન એસ. સોમનાથ, પૂર્વ આઇબી ડાયરેક્ટર તપન ડેકા, આઇઆઇટી ચેન્નાઈના ડાયરેક્ટર વી. કામકોટી, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લૉજિસ્ટિક્સ નિષ્ણાત અમૃતલાલ મીણાનો સમાવેશ થાય છે.
'પગે ફોલ્લા, આંખમાં પાણી અને ખરતા વાળ', ઊંટો હવે રણમાં જીવ બચાવવા કેમ મજબૂર થઈ ગયા?
રણની સખત ગરમી સહન કરી શકતા ઊંટ માટે પણ હવે કેટલાક વિસ્તારોમાં તાપમાન અસહ્ય બની ગયું છે અને ક્લાઇમેટ ચેન્જની અસરો તેમના માટે જીવલેણ સાબિત થઈ છે.
શું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મોદી સરકાર માટે મોટો ઝાટકો છે કે પછી મોટી તક છે?
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સીજેપી દિલ્હીમાં જંતર-મંતર ખાતે એક મહિના કરતાં વધુ સમયથી તેમની સામે વિરોધ નોંધાવી રહી હતી અને આ મુદ્દે દેશવ્યાપી યુવા આંદોલન પણ છેડાઈ ગયું હતું. પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ PM મોદીની પીછેહઠ છે કે પછી સ્ટ્રૅટેજી?
વિન્સ્ટન ચર્ચિલનું 'લોખંડી પડદા'વાળું એ ભાષણ જેણે 80 વર્ષ પહેલાં શીતયુદ્ધનો પાયો નાખ્યો
શીતયુદ્ધ, અમેરિકા અને સોવિયેત સંઘ (યુએસએસઆર) - એ બે મહાસત્તાઓ વચ્ચેનો એવો સંઘર્ષ હતો, જે દાયકાઓ સુધી વિશ્વને વૈચારિક છાવણીમાં વિભાજિત કરી દેવાનો હતો.
ફ્રાન્સ અને સ્પેનમાં આગ : ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, જુઓ 10 તસવીરો
દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં લાગેલી જંગલની આગને કાબુમાં લેવા માટે અગ્નિશામક દળો સતત પ્રયત્ન કરી રહ્યા છે
ધર્મેન્દ્ર પ્રધાનને આખરે રાજીનામું કેમ આપવું પડ્યું, તેની પાછળનાં પાંચ કારણો
નીટ પેપર લીક બાદ છેલ્લાં કેટલાંક અઠવાડિયાં સુધી ચાલેલા આંદોલન અને દેશભરમાં યુવાનોના વધતા જતા વિરોધ પ્રદર્શન પછી, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે બપોરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
માનવીના દાંત પડી જાય પછી ફરી કેમ નથી ઊગતા અને કેટલાંક પ્રાણીઓને કેમ ફરીથી દાંત આવી જાય છે?
દાંત પડી જવાની સમસ્યા માટે હાલ ઉપલબ્ધ દંતચિકિત્સાના ઉપાયો કામચલાઉ અને અપેક્ષા કરતાં ઊતરતી કક્ષાના છે. પરંતુ જો આપણે આપણા દાંત ફરીથી ઉગાડી શકીએ તો?
તામિલનાડુના મુખ્ય મંત્રી વિજયની ફિલ્મ 'જનનાયગન' કેવી છે?
એચ. વિનોથ દિગ્દર્શિત તામિલનાડુના મુખ્ય મંત્રી અને તામિલાડુ વેત્રી કઝગમના નેતા વિજય અભિનીત ફિલ્મ 'જનનાયગન' 23 જુલાઈએ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કેવી છે અને વિજયે તેમાં કેવો અભિનય કર્યો છે?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































