અફઘાનિસ્તાનના જોઝ્જાનમાં પાણી માટે તરસતા વિસ્થાપિત પરિવારો

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનના જોઝ્જાનમાં પાણી માટે તરસતા વિસ્થાપિત પરિવારો
અફઘાનિસ્તાનના જોઝ્જાનમાં પાણી માટે તરસતા વિસ્થાપિત પરિવારો
પ્રકાશિત

જોઝજાનના દશ્ત-એ-લાઈલી વિસ્તારના કુદુક્ની ગામના રહેવાસીઓ 4 વર્ષ પહેલાં દુષ્કાળ અને ભારે ગરમીને કારણે દરઝાબ જિલ્લામાંથી ભાગી ગયા હતા. પરંતુ દુષ્કાળે તેમનો પીછો ન છોડ્યો - તે અહીં પણ તેમનો પીછો કરતો હતો.

85 વર્ષિય નાઝ બીબી ગામમાં સૌથી વૃદ્ધ છે. તેઓ કહે છે, ભૂતકાળમાં જીંદગી સારી હતી. અને પશુઓને પર્વતો પર અને પ્રાકૃતિક જળસ્રોત પર લઈ જતા હતા. જ્યારે પાછા આવીએ ત્યારે જમીન હરિયાળી હોય એટલે પશુઓને ચારો મળી રહેતો. હાલ જમીન સુકી છે રોજ ધૂળનો વંટોળ આવે છે, અમે ઘરની બહાર પણ નથી નીકળી શકતા. અમારી પાસે કોઈ વિકલ્પ નથી, શું કરીએ? ગરમી એટલી વધી ગઈ છે કે સહન નથી થતી."

અફઘાનિસ્તાન, બીબીસી, ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન