'હવે આગાહી નહીં કરું...' - અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA & GETTY
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આજે હવામાનની આગાહી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, "અમે કોઈ વિવાદમાં પડવા માંગતા નથી અને આગાહી આપવા માંગતા નથી. આથી, મીડિયાના કોઈ મિત્રોએ અમારી પાસે આગાહી લેવા આવવું નહીં."
તેમણે કહ્યું હતું કે, "વિજ્ઞાનજાથાનાં નિવેદનો હજુ પણ આવે છે. આવાં નિવેદનો આપણા પરંપરાગત જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. આથી, હવે અમે કોઈ આગાહી આપવા માંગતા નથી. અમને આગળ જતાં કોઈ ટેકો (સપોર્ટ) કરે તો આગાહી આપવાનો વિચાર કરીશું. અમે લોકકલ્યાણ માટે આગાહી આપતા હતા."
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં 'વિજ્ઞાનજાથા' સંસ્થાના જયંત પંડ્યાએ તેમના પર આરોપ મૂક્યો હતો કે અંબાલાલ કોઈ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યા વિના જ આગાહી કરે છે. ત્યારબાદ વિવાદ થયો હતો અને આજે અંબાલાલ પટેલે આ જાહેરાત કરી છે.
જયંત પંડ્યાએ આજે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARiA
આજે ફરી વાર જયંત પંડ્યાએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં ફરી એક વાર આગાહીકારો સામે સવાલો ઉઠાવ્યા હતા.
જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "વરતારા કરનારાઓએ પ્રી-મોન્સૂન અને વાવણી અંગેની આગાહીઓ મે મહિનામાં જ કરી હતી. પરંતુ આજે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે અને તેમની આગાહી સાચી પડી નથી. વરતારા કરનારાઓની આગાહીઓ ખોટી પડી છે. વિજ્ઞાનજાથાએ નક્કી કર્યું છે કે તમામ સામે કાનૂની કાર્યવાહી થાય અને તેમને જેલભેગા કરવાની માંગણી અમે કરીશું."
તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદના કોઈ વાવડ દેખાતા નથી. જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "આવા આગાહીકારો સ્ફુરણાને આધારે જ બોલતા હોય છે અને તેમની આગાહી ખોટી પડવાને કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. વરતારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્ર કે ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય. તેમની પાસે કોઈ સાધન પણ નથી. આથી, આ બંધ કરી દેવું જોઈએ."
હજુ વીસેક દિવસ પહેલાં જ થયો હતો વિવાદ

આજે ફરી વાર જયંત પંડ્યાએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં આગાહીકારો સામે સવાલો ઉઠાવ્યા હતા.
જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "વરતારા કરનારાઓએ પ્રી-મોન્સૂન અને વાવણી અંગેની આગાહીઓ મે મહિનામાં જ કરી હતી. પરંતુ આજે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે અને તેમની આગાહી સાચી પડી નથી. વરતારા કરનારાઓની આગાહીઓ ખોટી પડી છે. વિજ્ઞાનજાથાએ નક્કી કર્યું છે કે તમામ સામે કાનૂની કાર્યવાહી થાય અને તેમને જેલભેગા કરવાની માંગણી અમે કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદના કોઈ વાવડ દેખાતા નથી. જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "આવા આગાહીકારો સ્ફુરણાને આધારે જ બોલતા હોય છે અને તેમની આગાહી ખોટી પડવાને કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. વરતારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્ર કે ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય. તેમની પાસે કોઈ સાધન પણ નથી. આથી, આ બંધ કરી દેવું જોઈએ."
'હવામાન વિભાગની માહિતી પર જ ભરોસો કરવો'
અગાઉ 'બીબીસી ગુજરાતી'એ ભારતીય હવામાન વિભાગના ગુજરાત એકમના વડા અશોકકુમાર દાસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "લોકોએ વૈજ્ઞાનિક ઢબે થતી ભારતીય હવામાન વિભાગની આગાહી પર જ ભરોસો કરવો જોઈએ. હવામાન વિભાગની વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. આ સિવાય અમારી 'Mausam' ઍપ પરથી પણ અધિકૃત માહિતી મળે છે."
"ખેડૂતો માટે 'મેઘદૂત' એપ છે જેની તેઓ મદદ લઈ શકે છે. તેમાં રિયલ-ટાઇમ વેધર અપડેટ તથા પાંચ દિવસની આગાહી મળે છે. તેમાં હીટવેવ, કોલ્ડવેવ અને વાવાઝોડાંની પણ સચોટ માહિતી મળે છે. તેનો ઉપયોગ કરવો જોઈએ. આ સેવા ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે."
તેઓ કહે છે કે, "અમે જાહેરમાં લેક્ચર્સ, સેમિનારો કે ટીવી કાર્યક્રમોમાં પણ લોકોને સમજાવીએ છીએ કે હવામાનના વરતારા માટે સોશિયલ મીડિયા પર નિર્ભર ન રહેવું. સોશિયલ મીડિયામાં હાઇપ ઊભી કરવામાં આવતી હોય છે. આપણે માહિતી તપાસવી અને પછી જ કોઈ નિર્ણય લેવો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન