ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને UAE એ આ પુરસ્કાર આપ્યો
ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને UAE એ આ પુરસ્કાર આપ્યો
પ્રકાશિત
સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાને FLY DUBAI ના વિમાનને ક્રૅશ થવાથી બચાવનારા ભારતના પાઇલટ સ્મિત મચ્છર તથા અન્ય ક્રૂ મૅમ્બર્સને સન્માનિત કર્યા છે.
તેમણે સ્મિત તથા અન્ય ક્રૂ મૅમ્બર્સને જાતે રિસિવ કર્યા અને તેમને ગળે મળ્યા.
દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ વડા પ્રધાન તથા સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમે પાઇલ સ્મિત મચ્છર સહિતના ક્રૂ મૅમ્બર્સને
ઝાયેદ ટુ ફર્સ્ટ ક્લાસ મૅડલથી નવાજ્યા હતા. તે યુએઈના સર્વોચ્ચ સન્માનોમાંથી એક છે.
આ કાર્યક્રમ દરમિયાન સ્મિત મચ્છરે હાથમાં ઍલ્બો કાસ્ટ પહેરેલો હતો.
પાઇલટ સ્મિત મચ્છરે તા. 30મી સપ્ટેમ્બરના રોજ ફ્લાઇ દુબઈની એક ફ્લાઇટને ક્રૅશ કરવાનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ પ્લેન દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું.
એ દરમિયાન કો-પાઇલટે તેમની ઉપર હુમલો કર્યો હતો.

ઇમેજ સ્રોત, @IsraelMFA



