વિદ્યાર્થીઓ અને નાગરિકો કેમ આ દેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?
વિદ્યાર્થીઓ અને નાગરિકો કેમ આ દેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?
પ્રકાશિત
સર્બિયાના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ દેશની રાજધાની બૅલગ્રૅડની દીવાલોને સાફ કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં રાજકીય વાતાવરણ તંગ હતું અને રાજધાનીની દીવાલો ઉપર જાત-જાતનાં લખાણો લખવામાં આવ્યાં હતાં અને ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. જેમાંથી કેટલાક વલ્ગર કહી શકાય એ પ્રકારનાં હતાં.
વિદ્યાર્થીઓનાં નેતૃત્વવાળું અભિયાન સફળ થયું છે અને રાઇટ-વિંગ નૅશનાલિસ્ટ પાર્ટીના નેતા ઍલેક્ઝાન્ડર વ્યુકિકની પાર્ટીનો પરાજય થયો છે. તેઓ 14 વર્ષથી સત્તા ઉપર હતા.
વર્ષ 2024માં નોવી સેડ રેલવે સ્ટેશન ખાતે દુર્ઘટના ઘટી હતી, જેમાં 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં, એ પછી વિદ્યાર્થીઓમાં સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
વિદ્યાર્થીઓએ કેટલીક સરકારી ઇમારતોમાંથી વ્યુકિકની તસવીરો પણ હઠાવી દીધી હતી.

ઇમેજ સ્રોત, BBC News Serbia
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



