બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?
બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં 'અર્નબ' બાદ બીજું એક નવું વાવાઝોડું 'મુરાસુ' બન્યું છે.

આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગોમાં ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે મહત્તમ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જોકે આ વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર નહીં થાય.

આ સિસ્ટમ તેલંગાણા સુધી પહોંચતાં સુધીમાં નબળી પડી જવાની શક્યતાઓ છે. આ સાથે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

વાવાઝોડું, તમિલનાડુ, બીબીસી ગુજરાતી, ગુજરાત