દુનિયા જહાન : ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયા પછી તેનો અમલ કેમ ન થયો?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
દુનિયા જહાન : ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયા પછી તેનો અમલ કેમ ન થયો?
પ્રકાશિત

આપણી નદીઓ મુશ્કેલીમાં છે. જળવાયુ પરિવર્તન તેનાં વહેણને ખોરવી રહ્યું છે. પ્રદૂષણ તેનાં પાણીને ઝેરી બનાવી રહ્યું છે. વધતી જતી વસ્તી નદીઓ પર તેમની ક્ષમતા કરતાં વધુ બોજ નાખી રહી છે. આ સમસ્યાના ઉકેલ તરીકે એક અદ્‍ભુત વિચાર રજૂ થયો છે.

આપણે નદીને માત્ર ઉપયોગી ભૌતિક સંસાધન તરીકે નહીં, પરંતુ પોતાના અધિકારો ધરાવતી એક વ્યક્તિ તરીકે જોવી જોઈએ. અદાલતમાં તેનાં હિતોનું રક્ષણ કરવા એક વાલીને પણ નિયુક્ત કરી શકાય.

એટલે કે નદીઓને જીવંત અસ્તિત્વ તરીકે સ્વીકારવી અને તેને માણસોની જેમ કાયદાકીય અધિકારો આપવા.

આ સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આવું અગાઉ થયું છે. જેમ કે કંપનીઓ... જહાજો વગેરેને કાયદાકીય વ્યક્તિનો દરજ્જો અપાયો છે. હવે નદીઓ માટે પણ કેટલાક દેશો આવો જ અભિગમ અપનાવી રહ્યા છે.

2017માં ન્યૂઝીલૅન્ડની વાંગાનુઈ નદીએ ઇતિહાસ રચ્યો અને કાયદાકીય વ્યક્તિનો દરજ્જો મેળવનારી તે દુનિયાની સૌથી પહેલી બની.

ત્યારથી અનેક દેશો પોતાના જળસ્રોતના રક્ષણ માટે આ રસપ્રદ વિચાર અપનાવી રહ્યા છે. પણ સવાલ એ કે નદીઓને કાયદાકીય દરજ્જો મેળવવામાં હજુ પણ કેટલા પડકારો છે?

આ ચર્ચા આજના વીડિયોમાં...

ગંગા યમુના નદી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન