રાહુલ ગાંધી બૅરિકેડ પર ચડ્યા, બસમાંથી કૂદ્યા, ચાર વીડિયોમાં જુઓ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શનમાં શું-શું થયું?

વીડિયો કૅપ્શન, જ્યારે રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને તેઓ બસમાંથી કૂદ્યા
રાહુલ ગાંધી બૅરિકેડ પર ચડ્યા, બસમાંથી કૂદ્યા, ચાર વીડિયોમાં જુઓ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શનમાં શું-શું થયું?
આ ચાર વીડિયોમાં જોવો દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનની ઝલક
પ્રકાશિત

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે આકાશવાણી ભવનમાં ધરણા પર બેઠેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ત્યાંથી હટાવી દીધાં હતાં. સમાચાર એજન્સી PTI મુજબ, પોલીસે રાહુલ ગાંધીને અટકાયતમાં લીધા હતા.

ઘટનાસ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ માહિતી આપી છે કે રાહુલ ગાંધીને અટકાયતમાં લઈને કિંગ્સવે કૅમ્પ લઈ જવાયા હતા.

કૉંગ્રેસે રાહુલ ગાંધીને "જબરદસ્તી" લઈ જતી પોલીસનો વીડિયો શેર કરીને X પર લખ્યું છે, "બધું યાદ રાખવામાં આવશે."

ત્યારે આજે દિલ્હી ખાતેના વિરોધ પ્રદર્શનમાં શું શું બન્યું જોવો આ વીડિયોમાં

જ્યારે રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને તેઓ બસમાંથી કૂદ્યા

રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ ચૂંટણીપંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને બસમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ બસમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ આકાશવાણી ભવન ખાતે ધરણાં પર બેઠા હતા.

વીડિયો કૅપ્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યાં, ત્યારે....

મંગળવારે છઠ્ઠી ઑક્ટોબરે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના સંસદસભ્યોએ વોટ ચોરી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના (એસ.આઈ.આર.) વિરોધમાં સંસદભવનથી ચૂંટણીપંચના કાર્યાલય સુધીની કૂચ કરી હતી.

સંસદસભ્યોએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની સામે વિરોધપ્રદર્શન કર્યા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક સંસદસભ્યોએ આ કૂચમાં ભાગ લીધો હતો.

આ પદયાત્રા દરમિયાન અનેક સંસદસભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર- તમામની સામે કાર્યવાહી થશેઃ રાહુલગાંધી
વીડિયો કૅપ્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યા

ચૂંટણીપંચ સુધીની માર્ચ રોકી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા છેલ્લા ઘણા કલાકોથી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠાં હતાં.

ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધીએ તેમના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ અને પ્રિયંકા ગાંધી એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન