અમદાવાદમાં ભારે વરસાદને કારણે કેવી તારાજી સર્જાઈ, જુઓ દસ તસવીરો

બીબીસી ગુજરાતી અમદાવાદ વરસાદ પૂર ચોમાસું હવામાન

ઇમેજ સ્રોત, Pavan Jaiswal

ઇમેજ કૅપ્શન, અમદાવાદના સિંઘુભવન રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા ત્યારે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા.
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 1 મિનિટ

ચોમાસાની ચાલુ સિઝનમાં અમદાવાદમાં હજુ સુધી એક પણ વખત ભારે વરસાદ પડ્યો ન હતો અને શહેરના લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા. પરંતુ 23 જુલાઈ, ગુરુવારે જે વરસાદ પડ્યો તેમાં શહેરના નાગરિકો ઊંઘતા ઝડપાયા હતા અને મ્યુનિસિપલ તંત્રની ખામીઓ ઉજાગર થઈ હતી.

અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં 11 ઇંચથી લઈને 18 ઇંચ વરસાદ પડી ગયો જેના કારણે ભારે અવ્યવસ્થા પેદા થઈ હતી.

ગુરુવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો જેના કારણે થલતેજ, સિંધુભવન, બોપલ, ઘુમા, શેલા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં હતાં. શહેરના પૉશવિસ્તારોમાં વાહનવ્યવહાર સાવ ઠપ થઈ ગયો હતો અને લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન