ગુજરાત : બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ, ત્રણ સિસ્ટમ સક્રિય, કયા જિલ્લામાં પડશે વરસાદ?

ગુજરાત : આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા,ત્રણ સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ
ઇમેજ કૅપ્શન, બંગાળની ખાડીમાં વાવાઝોડાની પાછળ જ બીજી એક સિસ્ટમ સક્રિય બની રહી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઑક્ટોબર મહિના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી લઈને આવનારા બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.

બીજી તરફ, વાવાઝોડું 'અર્નબ' તે આંધ્ર પ્રદેશ પરથી પસાર થયું હતું તે ત્યાંથી વળાંક લઈને ઉપરના ભાગે ઉત્તર તરફ જતું રહ્યું છે, તે હવે વાવાઝોડું નથી રહ્યું તે ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે અને આખી સિસ્ટમ નબળી પડી ગઈ છે.

તેમજ તે આગળ જતાં લો પ્રેશર એરિયા બની જશે અને તેની અસરને કારણે નેપાળમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

બીજી તરફ, હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ગુજરાતમાં બે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતાઓ છે

બંગાળની ખાડીમાં વાવાઝોડાની પાછળ જ બીજી એક સિસ્ટમ સક્રિય બની રહી છે. સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને તેને કારણે પણ ભારતમાં વરસાદ આવી શકે છે તેની અસર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશથી લઈને તામિલનાડુ સુધી થવાની શક્યતા છે

આ તરફ, સૌરાષ્ટ્રમાં ખેડૂતો મગફળીની કામગીરી કરી રહ્યા હોવાથી વાદળછાયું વાતાવરણ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.

ત્યારે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ આવી શકે છે? જાણીશું આ અહેવાલમાં.

કઈ સિસ્ટમ વરસાદ લાવી શકે છે?

ગુજરાત : આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા,ત્રણ સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ
ઇમેજ કૅપ્શન, એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ ઉત્તર પશ્ચિમ ભારતની પર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

બંગાળની ખાડીમાં આ લો પ્રેશર એરિયા તો મજબૂત બનશે પરંતુ સિસ્ટમ ફરીથી વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ નથી.

પરંતુ લો પ્રેશર આગળ વધશે અને કદાચ તે ડિપ્રેશન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

એટલે કે વાવાઝોડાથીથી સહેજ નીચે પણ મજબૂત સિસ્ટમ બને એવી શક્યતાઓ છે.

બીજી તરફ, એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ ઉત્તર પશ્ચિમ ભારતની પર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

આ પ્રકારની સિસ્ટમ અત્યારે ભારતની આસપાસ છે અને તે કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.

શું હવે 'અર્નબ' વાવાઝોડું ગુજરાતમાં વરસાદ લાવશે?

ગુજરાત : આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા,ત્રણ સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ
ઇમેજ કૅપ્શન, ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

અર્નબ વાવાઝોડું જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ખાસ કરીને, ચંદીગઢ, હરિયાણા, દિલ્હીના વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવનાઓ છે. તે સાથે ઉત્તર પ્રદેશ, બિહારના વિસ્તારો, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશના વિસ્તારો, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવનાઓ છે.

હળવો અને મધ્યમ પ્રકારનો વરસાદ જે છે વિદર્ભ અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વિસ્તારો અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ થશે.

તેમજ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ

ગુજરાત : આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા,ત્રણ સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ
ઇમેજ કૅપ્શન, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.

આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતાઓ છે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાત, કચ્છ અને દીવમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

આવતીકાલે 31 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.

બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ છે.

ત્યારે એક નવેમ્બરથી લઈને ચાર નવેમ્બર લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન