ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ, કેરળના કિનારે ક્યારે પહોંચશે ચોમાસું?
ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ, કેરળના કિનારે ક્યારે પહોંચશે ચોમાસું?
પ્રકાશિત
ભારતમાં ચોમાસું શરૂ થવાને હજી કદાચ થોડો સમય લાગી શકે છે.
જ્યાં સુધી કેરળમાં ચોમાસાની શરૂઆત ના થાય ત્યાં સુધી ભારતમાં ચોમાસાનું આગમાન થયું ગણાતું નથી. હવામાન વિભાગે આ પહેલાં 26 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચે તેવું પૂર્વાનુમાન કર્યું હતું. જોકે, જેમાં 4 દિવસની મૉડલ ત્રુટી રાખવામાં આવી હતી.
કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. એટલે કે ત્યાં સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય તો તેને મોડું ગણાતું નથી.

ઇમેજ સ્રોત, Getty Images



