આણંદની યુવતીની કૅનેડામાં હત્યા

વીડિયો કૅપ્શન, આણંદની યુવતીની કૅનેડામાં હત્યા
આણંદની યુવતીની કૅનેડામાં હત્યા
પ્રકાશિત

આણંદ જિલ્લાના બોરસદના આ ઘરમાં શોકનો માહોલ છે. કારણ કે બોરસદના આ ઘરનાં રહેવાસી 22 વર્ષનાં વિધિ મેઘા પર કૅનેડામાં ધારદાર હથિયાર વડે હુમલો થયો જેમાં તેમણે જીવ ગુમાવી દીધો.

કૅનેડાના નયાગરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. હુમલાખોરને પોલીસે પકડી પાડ્યો હોવાનું પરિવારે કહ્યું.

15મેના રોજ આ ઘટના બની હતી જો કે પરિવારનું કહેવું છે કે તેમને 16 દિવસે આ ઘટનાની જાણ થઈ.

દુખદ ઘટના બાદ પરિવારની સરકાર પાસે શું માગ છે? દીકરીની હત્યાના સંજોગો અંગે પરિવારને શું માહિતી મળી છે?

 કૅનેડા, canada, gujarat, ગુજરાત, ગુજરાતી મહિલાની કૅનેડમાં હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nachiket Mehta