'વાઇરલ દાદી', જે કારથી માંડીને જેસીબી સુધીનાં વાહનો ચલાવીને સોશિયલ મીડિયામાં છવાયાં
'વાઇરલ દાદી', જે કારથી માંડીને જેસીબી સુધીનાં વાહનો ચલાવીને સોશિયલ મીડિયામાં છવાયાં
પ્રકાશિત
જમ્મુ-કાશ્મીરના કઠુઆનાં નિવૃત્ત શિક્ષિકા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયાં છે, અને તેમના ગાડી ચલાવતા વીડિયો ઑનલાઇન વધુ ને વધુ શૅર થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તેમના ફૉલોઅર્સ તેમને પ્રેમથી "દાદી" કહે છે.
73 વર્ષીય વિદ્યાકોર ગાડીની સાથે સાથે અન્ય વાહનો-મશીનો પણ ચલાવી જાણે છે.
વિદ્યાકોર જણાવે છે કે ગાડી ચલાવવાનો તેમનો શોખ કેવી રીતે શરૂ થયો અને નિવૃત્તિના ઘણા સમય પછી તેમને લોકપ્રિયતા કેવી રીતે મળી. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



