ગુજરાતમાં નવરાત્રી પહેલાં વરસાદ પડવાની કેટલી શક્યતા છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં નવરાત્રી પહેલાં વરસાદ પડવાની કેટલી શક્યતા છે?
ગુજરાતમાં નવરાત્રી પહેલાં વરસાદ પડવાની કેટલી શક્યતા છે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઑક્ટોબર મહિનાની શરૂઆતથી વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ બપોરે ક્યારેક અંગ દઝાડતી ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે.

હવે નવરાત્રિ આડે એક દિવસ બાકી છે, ત્યારે દર વર્ષની માફક હાલ પણ એક વાતની ચર્ચા વારંવાર થઈ રહી છે, નવરાત્રિ દરમિયાન હવામાન કેવું રહેશે, તેમજ વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં ખેલૈયાઓને નિરાશ કરશે કે કેમ?

નોંધનીય છે કે, ગુજરાતમાં આ સિઝનમાં અપેક્ષા પ્રમાણે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતાં, ઘણા જિલ્લામાં વરસાદની 'ઘટ'ની ફરિયાદ ઊઠી છે.

આ ફરિયાદો વચ્ચે હવે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી થોડા દિવસ અને નવરાત્રિ દરમિયાન વરસાદની સ્થિતિ અને હવામાનની સામાન્ય સ્થિતિ અંગેનો વરતારો જાહેર કર્યો છે.

બીજી તરફ મગફળી સહિતના પાકોની કાપણી કરી રહેલા ખેડૂતોને 20 તારીખ સુધીમાં કામ આટોપી લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

મગફળી સહિતના પાકોની કાપણી કરી રહેલા ખેડૂતોને 20 તારીખ સુધીમાં કામ આટોપી લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઇમેજ કૅપ્શન, મગફળી સહિતના પાકોની કાપણી કરી રહેલા ખેડૂતોને 20 તારીખ સુધીમાં કામ આટોપી લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન