સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

વીડિયો કૅપ્શન, સોનાનાં ઘરેણાં ખરીદતા આ વાતોનું ધ્યાન રાખવું
સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
પ્રકાશિત

હાલમાં લગ્નોની સિઝન ચાલી રહી છે અને ઘણા પરિવારો સોનું ખરીદી રહ્યા છે. ખરીદી કરતી વખતે મોટા ભાગના લોકો ઘરેણાંની શુદ્ધતા માટે તેના પર લાગેલા હૉલમાર્ક પર વિશ્વાસ રાખે છે.

મીડિયામાં તાજેતરમાં સામે આવેલા કૅગના એક ડ્રાફ્ટ અહેવાલને ટાંકીને કહેવાયું છે કે હૉલમાર્કિંગની દેખરેખમાં ખામી રહી છે.

અહેવાલો અનુસાર, 2020-21થી 2024-25 વચ્ચે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ 83 ટકાથી વધુ નોંધાયેલા જ્વેલર્સનું નિર્ધારિત વાર્ષિક નિરીક્ષણ કર્યું નહોતું.

નિરીક્ષણ ન થવાનો અર્થ એવો નથી કે બજારમાં વેચાતું દરેક ઘરેણું ઓછી શુદ્ધતાવાળું છે. સવાલ એ છે કે હૉલમાર્ક લગાવ્યા પછી નિયમોના પાલન પર કેટલી નજર રાખવામાં આવે છે.

આ દરમિયાન સોનામાં રેનિયમ જેવી ભારે ધાતુ ભેળવવાની પણ ચર્ચા થઈ રહી છે. આગળ આપણે જાણીશું કે આ ધાતુ શું છે, દાવો શું છે અને જાણકારો શું કહે છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન