ગુજરાતના આ ગામે 5-10 રૂપિયાનાં પડીકાં કેમ બંધ કર્યાં?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ ગામે 5-10 રૂપિયાનાં પડીકાં કેમ બંધ કર્યાં?
ગુજરાતના આ ગામે 5-10 રૂપિયાનાં પડીકાં કેમ બંધ કર્યાં?
પ્રકાશિત

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે બાળકોમાં વધતા અલ્ટ્રા પ્રૉસેસ્ડ ફૂડના ઉપયોગ અને તેનાથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો સામે લાલબત્તી ધરીને એક મોટો નિર્ણય લીધો છે.

ગ્રામપંચાયત, ગ્રામસભા અને ગામના દુકાનદારોએ સાથે મળીને પાંચથી દસ રૂપિયામાં મળતા પૅકેટવાળા નાસ્તા એટલે કે જંક ફૂડ ન વેચવાનો નિર્ણય કર્યો છે.

યુનિસેફ અને ડબલ્યુએચઓના અહેવાલો મુજબ આવા પૅકેટવાળા ખોરાકમાં વધુ પડતું મીઠું અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બાળકોમાં મેદસ્વિતા, હાઈ બ્લડપ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓ નોતરે છે.

વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન