'ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળામાંથીમાંથી પણ નીકળી શકાય', માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર અફઘાન મહિલાનો સંદેશ

વીડિયો કૅપ્શન, એક અફઘાની મહિલાએ માઉન્ટ એવરેસ્ટનાં શીખર પર પહોંચી શું કહ્યું?
'ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળામાંથીમાંથી પણ નીકળી શકાય', માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર અફઘાન મહિલાનો સંદેશ
પ્રકાશિત

પર્વતારોહી ઝકિયા અહમદ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ અફઘાન મહિલા બન્યાં છે.

ઑસ્ટ્રેલિયામાં 30 વર્ષીય નિર્વાસિત જીવન વિતાવનારાં ઝકિયાએ 21મેના રોજ 8,848 મીટર ઊંચા શિખર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો.

પર્વતારોહક ઝકિયા અહમદ હવે 'રિવર અહમદ' તરીકે ઓળખાય છે, તેમણે બીબીસીને પોતાના સફળ અનુભવ વિશે જણાવ્યું કે "દુનિયાની છત જેવા આ શિખર પર ચઢીને હું પોતાને ખૂબ જ શક્તિશાળી અનુભવતી હતી."

તેઓ પોતાની આ સફળતાથી પોતાના દેશની મહિલાઓને સંદેશ આપવા માગે છે કે કે ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળાને પણ પાર કરી દેશે. રિવર અહમદ તાલિબાનના બીજા શાસન દરમિયાન કોઈક રીતે બચીને ભારત ભાગી આવ્યાં અને પછી ઑસ્ટ્રેલિયા ગયાં.

અગાઉ તેઓ અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની હતાં, પરંતુ પ્રતિબંધોએ તેમને ઝટકો આપ્યો. પછી ઑસ્ટ્રેલિયા ગયાં અને તેમના ભાઈનું અચાનક મોત થતાં ફરી બીજો ઝટકો લાગ્યો.

આ દરમિયાન નદીઓએ તેમને આગળ વધવા પ્રેરિત કર્યાં. આ રીતે ઝકિયા અહમદથી તેઓ રિવર અહમદ બની ગયાં. રિવર અહમદે પોતાની પ્રથમ સફર પહેલાં કહ્યું હતું, "હું એક મકસદ માટે... આઝાદી અને શિક્ષણ માટે ચડાઈ કરી રહી છું."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Sandro Gromen-Hayes

ઇમેજ કૅપ્શન, ઝકિયા ઉર્ફે રિવર અહમદે જણાવ્યું કે તેમની સફળતા અંગે તેમના દેશ અફઘાનિસ્તાનમાં તેમને ઘણું સમર્થન મળી રહ્યું છે