'અર્નબ' વાવાઝોડાએ આંધ્ર પ્રદેશનો દરિયાકિનારો પાર કર્યા બાદ કેવી તબાહી મચાવી, જુઓ તસવીરો

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારે આંધ્ર પ્રદેશના કિનારે 'અત્યંત ભીષણ' વાવાઝોડું અર્નબ ત્રાટક્યું છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, ચક્રવાત અર્નબે બુધવારે સવારે 2 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠાને પાર કર્યો હતો. આ લૅન્ડફૉલ બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યાનમના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે સમયે અર્નબ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન હતું અને તેની મહત્તમ સતત પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાક હતી, જ્યારે પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી.

સવારે 8:30 વાગ્યે અર્નબનું કેન્દ્ર તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ ઉપર હતું. તે નરસાપુરથી લગભગ 20 કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં, યાનમથી 40 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને કાકીનાડાથી લગભગ 60 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે અર્નબ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

આગામી છ કલાકમાં તેના ચક્રવાતી તોફાનમાં અને ત્યારબાદના છ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનો અંદાજ છે.

હવે કયા વિસ્તારોમાં અસર થશે?

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, અર્નબ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશના કાકીનાડામાં એક ઝાડ પડી ગયું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તટીય આંધ્ર પ્રદેશમાં 28 ઑક્ટોબરે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 29 ઑક્ટોબરે પણ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનોની અસર રહેવાની શક્યતા છે.

આંધ્ર પ્રદેશ, વાવાઝોડું અર્નબ, બીબીસી ગુજરાતી

રાયલસીમામાં 28 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગાજવીજ અને તેજ પવનોની સ્થિતિ યથાવત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ઓડિશામાં પણ તેની અસર થવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્યાં અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સમુદ્રમાં પણ ઊંચી લહેરો ઊઠી શકે છે.

અર્થાત્, અર્નબે દરિયાકાંઠો પાર કરી લીધા બાદ પણ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનોની અસર ચાલુ રહેશે, જ્યારે તોફાન નબળું પડતાં તેની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે.

આ ઉપરાંત, આ વિસ્તારો માટે નીચેની માહિતી આપવામાં આવી છે:

દિલ્હી: 29 ઑક્ટોબરે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને મધ્યમ વરસાદની સંભાવના છે. 30 ઑક્ટોબરે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

પૂર્વ મધ્ય પ્રદેશ: 28 ઑક્ટોબરે ભારે વરસાદ, 29 ઑક્ટોબરે અતિ ભારે વરસાદ અને 30 ઑક્ટોબરે ફરી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગાજવીજ અને તેજ પવનોની પણ શક્યતા છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશ: 29 થી 31 ઑક્ટોબર દરમિયાન ગાજવીજ અને તેજ પવનોની સંભાવના છે.

આ ઉપરાંત, હવામાન વિભાગના અપડેટ મુજબ તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને બિહાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે કેટલી તબાહી મચી?

આ વાવાઝોડું એટલું તીવ્ર છે કે વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.

ગ્રેટર વિશાખાપટ્ટનમ કૉર્પોરેશને મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં આમાંથી ધારાશાયી થયેલા 55 વૃક્ષો દૂર કર્યાં હતાં.

રસ્તાઓ ખોલવા અને વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે વૃક્ષો હટાવનારી 30 ટીમો કામ કરી રહી છે.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, ઓડિશાના ચિલ્કા સરોવરની પાસે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિ.
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડું દરિયાકાંઠેથી પસાર થશે ત્યારે પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.

આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું છે કે, વાવાઝોડું બપોર સુધીમાં સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરી શકે છે, અને દરિયાકાંઠે જોરદાર પવન અને વરસાદ ચાલુ રહેશે, અને લોકોએ આજે ​​પણ સાવધાન રહેવું જોઈએ.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, આંધ્રપ્રદેશના કાકીનાડામાં પાણી ભરાયેલા રસ્તા પરથી એક માણસ સાયકલ ચલાવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે એક ભીષણ વાવાઝોડું આવવાની શક્યતા હોવાથી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થિતિની સમીક્ષા કરવા અને ફ્લાઇટ્સના સલામત સંચાલનની ખાતરી કરવા માટે એક બેઠક યોજી હતી.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો

જેમ જેમ અર્નબ દરિયાકાંઠાની નજીક પહોંચ્યું, તેમ તેમ આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, જેના પરિણામે એક વ્યક્તિનું મોત થયું અને વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ઓડિશામાં પણ ચિંતા યથાવત્ છે.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો

કોનાસીમાના જિલ્લાધિકારીઓએ જણાવ્યું કે જિલ્લામાં લગભગ 6,000 જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, કાકીનાડા જિલ્લાના પેડ્ડાપુરમ નજીક નૅશનલ હાઇવે પર એક ઝાડ પડી ગયું.
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, કાકીનાડા જિલ્લામાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતાં. અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી હતી.

વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં ઍરલાઇન્સે ઓછામાં ઓછી 21 ફ્લાઇટ્સ રદ કરી. મંગળવારે વિજયવાડા ઍરપૉર્ટથી હૈદરાબાદ, ચેન્નાઈ, બૅંગ્લુરુ, વિશાખાપટ્ટનમ અને કડપા જતી પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વિજયવાડા ઍરપૉર્ટ વહીવટીતંત્રે બુધવારે પણ બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો
ઇમેજ કૅપ્શન, કાકીનાડામાં ભારે પવનને કારણે હૉર્ડિંગ તૂટી પડ્યું.

દક્ષિણ મધ્ય રેલવેએ અર્નબ વાવાઝોડાના પ્રભાવને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાંથી પસાર થનારી ઘણી ટ્રેનો રદ કરી દીધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન