રાજકોટ : જંગલેશ્વરમાં ભાજપની હાર, ચારેય ઉમેદવાર ચૂંટણી હારી ગયા?
રાજકોટ : જંગલેશ્વરમાં ભાજપની હાર, ચારેય ઉમેદવાર ચૂંટણી હારી ગયા?
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું
ત્યારે કાલે પરિણામ પછી ભાજપે રાજકોટ શહેરના 18 વૉર્ડની 72 સીટોમાંથી મોટા ભાગની સીટો જીતી લેતા રાજકોટ શહેરમાં સળંગ ચોથી વાર સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.
જોકે સત્તાધારી ભાજપને વૉર્ડ નંબર 16માં જાકારાનો સામનો કરવો પડ્યો છે અને તેના ચારેય ઉમેદવાર ચૂંટણી હારી ગયા છે.
તે જ રીતે નજીકના વૉર્ડ નંબર 15માં પણ ભાજપની હાર થઈ હતી અને પાર્ટીને ત્યાંની ચાર સીટોમાંથી ત્રણમાં પરાજય ખમવો પડ્યો છે.

ઇમેજ સ્રોત, bbc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



