પાલિતાણા : 'મોતના મુખ'માંથી જીવતા આવેલા માલધારી એ ઘટના યાદ કરી શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, પાલીતાણા : 'મોતના મુખ'માંથી જીવતા આવેલા માલધારી એ ઘટના યાદ કરી શું બોલ્યા?
પાલિતાણા : 'મોતના મુખ'માંથી જીવતા આવેલા માલધારી એ ઘટના યાદ કરી શું બોલ્યા?
પ્રકાશિત

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈના રોજ વહેલી સવારે એક સિંહે કાળુભાઈ પર હુમલો કર્યો હતો.

ગરાજિયા ગામે કાળુભાઈ પરમાર સવારના સમયે ઘરના ફાળિયામાં બાંધેલી ગાયોને નીરણ નાખવા જતા હતા ત્યારે એક કિશોર સિંહે હુમલો કરતા કાળુભાઈ ઘાયલ થયા હતા.

લગભગ અડધો કલાક સુધી સિંહના સકંજામાં રહેલા કાળુભાઈ પોતાની કોઠાસૂઝ અને હિંમતના કારણે બચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગીર જંગલની આજુબાજુ અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓના બૃહદ ગીર વિસ્તાર તરીકે ઓળખાતા પ્રદેશમાં છેલ્લાં છ અઠવાડિયાંમાં સિંહો દ્વારા માનવો પર કથિત હુમલાના આઠ બનાવ નોંધાયા છે અને તેમાં છ માણસોનાં મોત થયાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કાળુભાઈએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન