ન્યૂ જલપાઇગુડીથી દાર્જિલિંગ જતી ટૉય ટ્રેનનાં ‘મહિલા ટિકિટ કલેક્ટર’ની કહાણી
ન્યૂ જલપાઇગુડીથી દાર્જિલિંગ જતી ટૉય ટ્રેનનાં ‘મહિલા ટિકિટ કલેક્ટર’ની કહાણી
પ્રકાશિત
આપણી આસપાસના વિશ્વમાં મોટા ભાગે કોઈ પણ વ્યવસાયનું નામ લેવામાં આવે તો મગજમાં કોઈ પુરુષ એ કામ કરતો હોય એ છબિ આવી જાય છે, કદાચ આ એક સામાન્ય બાબત પણ છે.
કંઈક આવું જ ટિકિટ કલેક્ટર એટલે કે ટ્રેનના ટીસીની નોકરીની બાબતમાં પણ છે.
ફિલ્મો હોય કે વાઇરલ વીડિયો, મોટા ભાગે ટીસી તરીકે આપણને પુરુષો જ દેખાતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનું સર્ટિફિકેટ મેળવી ચૂકેલી 150 વર્ષ જૂની દાર્જિલિંગ હિમાલયન રેલવે દ્વારા પ્રથમ વખત મહિલા ટિકિટ તપાસકર્તાની નિયુક્તિ કરાઈ છે.
તેમનું નામ સરિતા યોલ્મો છે.
તેમની પાસેથી જ જાણો ટિકિટ ચેક કરવાનું કામ કરવાના તેમના અનુભવ અંગે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



