જૂનાગઢ: અસ્થિ વિસર્જન માટે જતા પરિવારના પાંચનાં અકસ્માતમાં મોત
જૂનાગઢ: અસ્થિ વિસર્જન માટે જતા પરિવારના પાંચનાં અકસ્માતમાં મોત
પ્રકાશિત
જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર મજેવડી ગામ નજીક શનિવારે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીબીસી સહયોગીએ આપેલી માહિતી પ્રમાણે , અમદાવાદ જિલ્લાના વિરમગામનો દલવાડી પરિવાર પોતાના સ્વજનનાં અસ્થિ વિસર્જન માટે સોમનાથ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઊભેલી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




