SIRના વિવાદ વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટાચૂંટણી - ન્યૂઝ અપડેટ

પેટાચૂંટણી માટેનું મતદાન
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દેશભરમાં ચાલી રહેલા SIR અને મુખ્ય ચૂંટણી કમિશનરના વિવાદો વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકો પર પેટાચૂંટણી છે.

તમિલાનડુની મદુરાન્તકમ અને ધરમપુરમ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

આ સિવાય પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેઝીનગર વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન છે. નંદીગ્રામની બેઠક પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ ખાલી કરી હતી.

આસામમાં નાગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી છે. આ બેઠક પર મુકાબલો ભાજપ, કૉંગ્રેસ અને એઆઇયુડીએફ વચ્ચે છે.

કૉંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરડોલોઈ અહીંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હોવાથી અહીં પેટાચૂંટણી થઈ રહી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટેનું મતદાન છે.

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કહ્યું, "તમારી જગ્યા જેલમાં છે"

રાજપાલ યાદવ

સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સમયસર ચુકવણી અંગેના આદેશનું પાલન ન કરવા બદલ ફટકાર લગાવી છે.

5 ઑક્ટોબરે સુનાવણી દરમિયાન, જ્યારે કોર્ટ સમક્ષ ફક્ત 50 લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની ફોટોકોપી રજૂ કરવામાં આવી, ત્યારે કોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાર એન્ડ બૅન્ચના અહેવાલ મુજબ, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કડક શબ્દોમાં કહ્યું, "તેઓ તમારા કરતાં ધનવાન હોઈ શકે છે, પરંતુ તમે તેમની સાથે જેટલી છેતરપિંડી કરી છે તેના કરતાં તેઓ ગરીબ છે. આ ઘમંડને સાચી જગ્યા દેખાડવી જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે બોલવાનું છે. તમારું સ્થાન જેલમાં છે."

કોર્ટની આ ટિપ્પણી પરથી મામલાની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

કોર્ટે કહ્યું કે તે રાજપાલ યાદવની અરજી ફગાવી દેવા તૈયાર છે, પરંતુ તે એવું કરી રહી નથી કારણ કે તે ઇચ્છે છે કે ફરિયાદીને તેના પૈસા મળી જાય. આ મામલામાં કુલ રકમ 7.5 કરોડ હતી.

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને આવતીકાલ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસની આગામી સુનાવણી પરમ દિવસે થશે અને તે દિવસના કાર્યસૂચિમાં તે પ્રથમ સ્થાને રહેશે.

આ કેસમાં ચેક બાઉન્સનો કેસ સામેલ છે, જેમાં કોર્ટે ચુકવણીમાં સતત વિલંબ પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તેના આદેશોનું તાત્કાલિક પાલન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

વર્ષ 2010 માં, રાજપાલ યાદવે તેમની ફિલ્મ 'અતા, પતા, લાપતા' માટે 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની ખાનગી કંપની પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

જોકે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ અને રોકાણ પાણીમાં ગયું હોવાના અહેવાલ છે, જેના કારણે તેઓ કંપનીને આપેલી લોન ચૂકવી શક્યા નહીં.

આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમને ત્રણ મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન