વૈભવ સૂર્યવંશી : એક જ સિઝનમાં 9 સિદ્ધિ, ક્રિકેટરસિકોના 'હીરો'ની કહાણી

Vaibhav Sooryavanshi, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, આઇપીએલ 2026, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝન, ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે
    • લેેખક, પ્રદીપ કૃષ્ણા
    • પદ, બીબીસી તામિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલ 2026 સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટાઇટન્સે 18.4 ઓવરમાં 215 રનનું વિશાળ લક્ષ્ય હાંસલ કરીને ત્રીજી વાર ફાઇનલ મેળવ્યો છે.

ગુજરાત ટાઇટન્સના આ વિજય સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝનનો પણ અંત આવ્યો, જે આઇપીએલના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે.

ગત આઇપીએલમાં સૌથી યુવા ખેલાડી તરીકે ડૅબ્યૂ કરનાર સૂર્યવંશીએ ભારતીયો તરફથી આઇપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેમણે પોતાના નીડર વલણ અને વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. જોકે, આ સિઝન શરૂ થાય તે પહેલાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે બીજી સિઝન કોઈ પણ ખેલાડી માટે સૌથી મુશ્કેલ છે. પ્રશ્ન એ હતો કે શું વૈભવ સૂર્યવંશી તેમની બીજી સિઝનમાં સારું પ્રદર્શન કરી શકશે. 15 વર્ષીય બૅટ્સમૅને તેમની બેટિંગથી આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

આ સિઝનમાં સૂર્યવંશીએ તેમની સામે ઊઠેલા સવાલોના જવાબ આપવાની સાથે એવું પ્રદર્શન પણ કર્યું છે, જેની કોઈને અપેક્ષા નહોતી. આથી આ એક એવી સિઝન બની રહી છે, જે લાંબા સમય સુધી યાદ રહેશે.

તો આવો જાણીએ સૂર્યવંશની યાદગાર અને શાનદાર સિઝન અંગે.

વૈભવ સૂર્યવંશીએ રનનો જાણે કે 'વરસાદ' કર્યો

Vaibhav Sooryavanshi, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, આઇપીએલ 2026, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, ગત આઇપીએલમાં સૌથી યુવા ખેલાડી તરીકે ડૅબ્યૂ કરનાર સૂર્યવંશીએ ભારતીયો તરફથી આઇપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી

વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં 16 ઇનિંગ્સ રમી, જેમાં કુલ 776 રન કર્યા. તેમની સરેરાશ 48.50 રહી અને સ્ટ્રાઇક રેટ 237.30 હતો. આ ઇનિંગ્સમાં તેમણે એક સદી અને પાંચ અર્ધ સદી ફટકારી. ત્રણ વાર તેઓ સદી ચૂકી ગયા. તેઓ 90થી વધુ રન કરીને આઉટ થઈ ગયા.

ક્વૉલિફાયર-3ના અંત સુધીમાં તેઓ સિઝનના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે અને આઇપીએલના ટોચનો MVP (436.5 પૉઇન્ટ) પણ તેમની પાસે છે.

15 વર્ષીય ખેલાડી પાસે આ સિઝનમાં ત્રણ ઍવૉર્ડ જીતવાની તક છે: ઑરેન્જ કૅપ, એમવીપી (મૅન ઑફ ધ સિરીઝ) અને ઇમર્જિંગ પ્લેયર. જે ખેલાડી ઇમર્જિંગ પ્લેયરનો ઍવૉર્ડ જીતે છે તે પ્લેયર ઑફ ધ સિરીઝનો ઍવૉર્ડ પણ જીતી શકે છે. તેમનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.

સૂર્યવંશી આ સિઝનમાં ઉજવણી કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે ફક્ત થોડી મૅચોમાં જ ઘણા રન બનાવ્યા છે. તેમણે સતત રન બનાવ્યા છે.

વૈભવ સૂર્યવંશીના આ સિઝનમાં રન :

  • 30 માર્ચ- ચેન્નાઈ સુપરકિંગ્સ સામે - 17 બૉલમાં 52 રન
  • 4 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ સામે - 18 બૉલમાં 31 રન
  • 7 એપ્રિલ- મુંબઈ ઇન્ડિયન્સ સામે - 14 બૉલમાં 39 રન
  • 10 એપ્રિલ- રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ સામે - 26 બૉલમાં 78 રન
  • 13 એપ્રિલ- સનરાઇઝર્સ હૈદરાબાદ સામે - ગોલ્ડન ડક
  • 19 એપ્રિલ- કોલકાતા નાઇટ રાઇડર્સ સામે - 28 બૉલમાં 46 રન
  • 22 એપ્રિલ- લખનઉ સુપર જાયન્ટ્સ સામે - 11 બૉલમાં 8 રન
  • 25 એપ્રિલ- સનરાઇઝર્સ હૈદરાબાદ સામે - 37 બૉલમાં 103 રન
  • 28 એપ્રિલ- પંજાબ કિંગ્સ સામે - 16 બૉલમાં 43 રન
  • 1 મે- દિલ્હી કૅપિટલ્સ સામે - 2 બૉલમાં 4 રન
  • 9 મે- ગુજરાત ટાઇટન્સ સામે - 16 બૉલમાં 36 રન
  • 17 મે- દિલ્હી કૅપિટલ્સ સામે - 21 બૉલમાં 46 રન
  • 19 મે- લખનઉ સુપર જાયન્ટ્સ સામે - 38 બૉલમાં 93 રન
  • 24 મે- મુંબઈ ઇન્ડિયન્સ સામે - 6 બૉલમાં 4 રન
  • 27 મે- સનરાઇઝર્સ હૈદરાબાદ સામે - 29 બૉલમાં 97 રન (ઍલિમિનેટર)
  • 29 મે- ગુજરાત ટાઇટન્સ સામે - 47 બૉલમાં 96 રન (ક્વૉલિફાયર-2)

ઘાતક બૉલરો સામે છગ્ગા ફટકાર્યા

Vaibhav Sooryavanshi, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, આઇપીએલ 2026, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં 16 ઇનિંગ્સ રમી, જેમાં કુલ 776 રન કર્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુલ 16 ઇનિંગ્સમાંથી તેઓ માત્ર ચાર ઇનિંગ્સમાં ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નથી. તેમની ખાસિયત એ છે કે તેમણે જે 12 મૅચમાં ડબલ ફિગર પાર કર્યો છે, તેમાં 30થી વધુ રન કર્યા છે. આમાંથી છ મૅચોમાં તેઓ રાજસ્થાન રૉયલ્સ માટે ટૉપ સ્કોરર રહ્યા છે.

એક સિઝનમાં 75 % મૅચમાં 30થી વધુ રન બનાવવા અસામાન્ય વાત નથી અને તેઓ 12 મૅચમાંથી 10માં 200થી વધુના સ્ટ્રાઇક રેટથી રમ્યા છે.

દરેક મૅચમાં બૉલરોને પડકાર ફેંકનાર સૂર્યવંશીએ એક વ્યક્તિગત ખેલાડી તરીકે પોતાની છાપ બનાવવાનું શરૂ કર્યું. ઘણા ટોચના બૉલરો પણ તેમને કાબૂમાં રાખી શક્યા નથી. તેઓ સૌથી મુશ્કેલ બૉલને પણ સિક્સરમાં ફેરવી નાખે છે.

વધુમાં, તેઓ બૉલ જોઈને રમે છે, કાળજીપૂર્વક તેને ઇચ્છે તે દિશામાં ફેંકી શકે છે.

સામાન્ય રીતે થર્ડ મૅન તરફ બાઉન્સર અથવા અપર કટ પર લૅગ સાઇડ પર પુલ શૉટ રમીને સિક્સર ફટકારાતી હોય છે, પરંતુ વૈભવ સૂર્યવંશી લાંબા બૉલ પર છગ્ગા મારવા માટે બાઉન્સરને મારવા માટે જાણીતા છે. ક્વૉલિફાયર-2માં તેમણે રબાડાના ઝડપી બાઉન્સર પર લાંબા છગ્ગા ફટકાર્યા.

આ જોઈને આશ્ચર્યચકિત થયેલા એબી ડી-વિલિયર્સે ટિપ્પણી કરી, "તે ફૉરહૅન્ડ શૉટ હતો. સૂર્યવંશી તેના પાછલા જીવનમાં ટેનિસ ખેલાડી હોવો જોઈએ. તે રાફેલ નડાલના ફૉરહૅન્ડ જેવો હતો."

સૂર્યવંશીએ આગળ આવતાં પહેલાં બૉલની લંબાઈનો સચોટ રીતે નિર્ણય લે છે અને તે મુજબ આગળ વધે છે. તેથી જ તેઓ દરેક બૉલને ચોકસાઈથી ફટકારવામાં સક્ષમ અને બૉલને બાઉન્ડરીની બહાર મોકલી દે છે.

ESPNcricinfo સાથેની ચર્ચામાં લખનૌ સુપર જાયન્ટ્સના ક્રિકેટ ડાયરેક્ટર ટૉમ મૂડીએ કહ્યું, "જ્યારે તે રમે છે ત્યારે સમય ધીમો પડી જાય છે. તે બૉલની લંબાઈનો ખૂબ સારો અંદાજે કાઢે છે. તે જ તેને શ્રેષ્ઠ ખેલાડીઓ બનાવે છે."

Vaibhav Sooryavanshi, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, આઇપીએલ 2026, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર નીડર થઈને બેટિંગ કરે છે અને કોઈ પણ બૉલરને ધોઈ નાખવાની ક્ષમતા ધરાવે છે

ઍલિમિનેટર મૅચ પછી ઍક્સ પર સૂર્યવંશી વિશે લખતા સચીન તેંડુલકરે કહ્યું, "વૈભવ સૂર્યવંશીની બૅટ સ્વિંગ શાનદાર છે. વધુ નોંધપાત્ર વાત એ છે કે તે પોતાની તરફ આવતાં બૉલ માટે જગ્યા બનાવવા પોતાના આગળના પગને કેટલી સુંદર રીતે ખસેડે છે. આ સ્વતંત્રતા તેને જે રીતે રમે છે તે રીતે રમવા દે છે. તે ઇનિંગ્સ ખરેખર અદ્ભુત હતી!"

સૂર્યવંશીએ ઘણી મૅચોમાં સાબિત કર્યું છે કે મોટા શૉટ મારવા એ તેમનો એકમાત્ર ગુણ નથી. જેમ કે, ગુજરાત ટાઇટન્સ સામે ક્વૉલિફાયર-2માં જ્યારે જયસ્વાલ અને જુરેલની શરૂઆતમાં વિકેટ પડી ગઈ, ત્યારે વૈભવે તેમની વિકેટની જરૂરિયાત સમજી અને લાંબા સમય સુધી મેદાનમાં ટકી કહ્યા. તેમણે મૅચને પારખી અને બૉલરોનું મૂલ્યાંકન કર્યું. જ્યારે વૉશિંગ્ટન સુંદર બૉલિંગ કરવા આવ્યો, ત્યારે સૂર્યવંશીએ તેમની પહેલી ઓવરમાં કોઈ મોટા શૉટ રમ્યા નહીં.

જોકે, તેમણે એ પછી વૉશિંગ્ટનની બીજી ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. આમ, સૂર્યવંશીએ આ ક્વૉલિફાયર-2 મૅચમાં પણ તેમની પરિપક્વતા દર્શાવી.

એટલું જ નહીં, તેઓ મુશ્કેલ યૉર્કરને ડિફેન્ડ પણ કરે છે. જ્યારે ઍલિમિનેટરમાં પૅટ કમિન્સ અને ક્વૉલિફાયર-2માં જેસન હૉલ્ડર જેવા બૉલરોએ યૉર્કર ફેંક્યા, ત્યારે તેમણે ચોગ્ગો કે છગ્ગો મારવાને બદલે બૉલને ડિફેન્ડ કર્યા. બૉલરો યૉર્કર ચૂક્યા અને તે વાઇડ થઈ ગયા.

ઍલિમિનેટરની મૅચ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું, "તમે વૈભવ સૂર્યવંશી સામે એક પણ ભૂલ કરી શકતા નથી. તે નાની ભૂલ માટે પણ સજા આપે છે." 15 વર્ષના વૈભવ સૂર્યવંશી કમિન્સ જેવા વિશ્વ કક્ષાના બૉલર સામે આવું જ કરી રહ્યો છે.

આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીની સિદ્ધિઓ

Vaibhav Sooryavanshi, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, આઇપીએલ 2026, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

અત્યાર સુધી કુલ 23 આઇપીએલ મૅચ રમ્યા બાદ આ ખેલાડીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેઓ દરેક મૅચમાં રેકૉર્ડ તોડે છે અને સિદ્ધિઓ હાંસલ કરે છે. આ સિઝનમાં સૂર્યવંશીએ ઘણા રેકૉર્ડ તોડીને તેને પોતાના નામે કર્યા છે.

  • આઇપીએલ સિઝનમાં અનકૅપ્ડ ખેલાડીએ કરેલા સૌથી વધુ રન - 776 રન. (ગત રેકૉર્ડ - યશસ્વી જયસ્વાલ - 2023માં 626 રન)
  • આઇપીએલ સિઝનમાં એક ખેલાડીએ ફટકારેલા સૌથી વધુ છગ્ગા - 72. (ગત રેકૉર્ડ - ક્રિસ ગેઇલ: 2012માં 59 છગ્ગા)
  • આઇપીએલ સિઝનમાં 200થી વધુના સ્ટ્રાઇક રેટથી 600થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી. તેમનો સિઝનનો સ્ટ્રાઇક રેટ - 237.30.
  • પ્લેઑફ મૅચમાં સૌથી વધુ છગ્ગા - 12 (સનરાઇઝર્સ સામે ઍલિમિનેટર મૅચ)
  • એક જ ઇનિંગમાં ઓછા બૉલમાં વધારે સિક્સર મારવાનો રેકૉર્ડ- 24 બૉલમાં 10 સિક્સ (સનરાઇઝર્સ સામે ઍલિમિનેટર મૅચ)
  • પાવરપ્લે મૅચમાં સૌથી વધુ છગ્ગા - 8 (સનરાઇઝર્સ સામે ઍલિમિનેટર મૅચ)
  • આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગમાં 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી - 23 ઇનિંગ
  • આઇપીએલમાં સૌથી ઓછા બૉલમાં 1000 રન બનાવનાર ખેલાડી - 440 બૉલ. (ગત રેકૉર્ડ: આન્દ્રે રસેલ – 545 બૉલ)
  • આઇપીએલ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન: 521 રન. (ગત રેકૉર્ડ: ડેવિડ વૉર્નર - 2016માં 467 રન)

15 વર્ષીય આ બૅટ્સમૅનની અત્યાર સુધીની શ્રેષ્ઠ સિઝન રહી છે. તેઓ દરેક મૅચ પહેલાં અને પછી ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ અપેક્ષાઓ પર ખરા ઊતર્યા અને શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવૂડ જેવા વિશ્વ કક્ષાના બૉલરોની ઓવરમાં સતત છગ્ગા મારીને પડકાર ફેંક્યો. તેમણે દરેક શૉટથી ચાહકોથી લઈને નિષ્ણાતો સુધી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

જેમ ક્રિસ ગેઇલ, 2011માં આરસીબી માટે રમતા હતા અને વિરાટ કોહલીએ 2016ની આઇપીએલ સિઝનમાં 973 રન કર્યા એવું જ અવિસ્મરણીય પ્રદર્શન વૈભવે આ સિઝનમાં કર્યું છે.

તેમણે દરેક ક્રિકેટચાહકને યાદગાર ક્ષણો આપી છે. આઇપીએલના ઇતિહાસમાં સૂર્યવંશીની આ સિઝન ચોક્કસપણે એક ખાસ સ્થાન ધરાવે છે. વૈભવ સૂર્યવંશીની 2026ની આઇપીએલ સિઝનની ચર્ચા લાંબા સમય સુધી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન