વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ છતાં રાજસ્થાન રૉયલ્સ ગુજરાત ટાઇટન્સ સામે કેમ હાર્યું, જાણો કારણો

આઈપીએલ, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ગુજરાત ટાઇટન્સ, IPL Final, IPL Qualifier, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ani

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

29 મે IPL 2026ની બીજી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને હરાવી દીધું છે.

ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મૅચમાં ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રૉયલ્સને સાત વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે.

હવે આઇપીએલની ફાઇનલ મૅચ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાશે.

આ ક્વૉલિફાયર 2 મૅચમાં ટૉસ જીતનાર રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા બેટિંગ કરનારી ટીમોએ અગાઉની બે પ્લે-ઑફ મૅચમાં 240 + રન બનાવીને જીત મેળવી હતી, માટે રિયાન પરાગે પહેલી બેટિંગ પસંદ કરી હોવાનું માનવામાં આવે છે.

પહેલી બેટિંગ કરતાં રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 47 બૉલમાં 97 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સે 18.4 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરીને વિજય મળવ્યો હતો. ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે 104 રન અને સાઈ સુદર્શને 58 રન બનાવ્યા હતા.

સૂર્યવંશી અને જાડેજાએ બાજી સંભાળી

આઈપીએલ, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ગુજરાત ટાઇટન્સ, IPL Final, IPL Qualifier, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ANI

રાજસ્થાન રૉયલ્સની શરૂઆત ખરાબ રહી. મોહમ્મદ સિરાજે પહેલી ઓવરમાં યશસ્વી જયસ્વાલને આઉટ કરી દીધા હતા. યશસ્વી જયસ્વાલ એક રન જ બનાવી શક્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જયસ્વાલ બીજા બૉલમાં ડિપ બૅકવર્ડ સ્ક્વેયર લૅગમાં કૅચઆઉટ થયા હતા.

પછી આવેલા ધ્રુવ જુરેલ બીજી ઓવરમાં આઉટ (સાત રન) થઈ ગયા હતા. તેમને કાગિસો રબાડાએ આઉટ કર્યા હતા.

9/2 પર સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રૉયલ્સે અણધારી રીતે ચોથા બૅટ્સમૅન તરીકે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યા હતા. તેનાથી ટીમને સારું પરિણામ મળ્યું.

રવીન્દ્ર જાડેજા-વૈભવ સૂર્યવંશીની જોડીએ રૉયલ્સને થોડો સહારો આપ્યો અને ટીમને સારી પરિસ્થિતિમાં લાવવાનું શરૂ કર્યું હતું.

વૈભવ સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજે ફેંકેલી ત્રીજી ઓવરથી પોતાની સ્ટાઇલમાં આક્રમક બેટિંગ શરૂ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ સિરાજની આ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને રબાડાએ ફેંકેલી ત્રીજી ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યા હતા.

જોકે ત્યાર બાદ જાડેજા પણ ઍક્શનમાં આવ્યા અને પાવરપ્લેના અંતમાં રાજસ્થાન રૉયલ્સે બે વિકેટ ગુમાવીને 70 રન બનાવ્યા હતા.

પાવરપ્લે પછીની બે ઓવરમાં રનરેટ થોડો ઘટ્યો. તે દરેક ઓવરમાં માત્ર 6 રન બન્યા.

કુલ એક બાઉન્ડરી ફટકારવામાં આવી. જાડેજા 8મી ઓવરના અંતે હાથની ઈજાને કારણે મેદાન છોડીને ગયા હતા.

જ્યારે જાડેજાએ મેદાન છોડ્યું ત્યારે રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 8 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 82 હતો.

સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ

આઈપીએલ, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ગુજરાત ટાઇટન્સ, IPL Final, IPL Qualifier, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ANI

કૅપ્ટન રિયાન પરાગ જાડેજાની જગ્યાએ બેટિંગ કરવા આવતાં જ રન કરવા લાગ્યા હતા. પરાગે રાશિદ ખાનની ઓવરમાં છગ્ગો માર્યો અને એક રન લીધો પછી આવેલા સૂર્યવંશીએ પણ છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 18 રન આવ્યા હતા.

પછી જેસન હોલ્ડરની ઓવરમાં પરાગ કૅચઆઉટ થઈ ગયા. તેમણે માત્ર 11 રન કર્યા. તો એ પછી આવેલા દશુન શનાકાને હોલ્ડરે માત્ર ત્રણ રન બનાવવા દીધા અને પેવેલિયન ભેગા કર્યા. 13મી ઓવરમાં પ્રસિધ કૃષ્ણાએ આર્ચર (9 રન)ની વિકેટ લીધી. આમ 13 ઓવરમાં રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 120/5 હતો.

સ્થિર બેટિંગ કરી રહેલા સૂર્યવંશીએ 31 બૉલમાં અર્ધ સદી પૂરી કરી. આ સિઝનમાં તેમની છઠી અર્ધ સદી હતી.

ઈજાગ્રસ્ત થયેલા જાડેજા ફરી બેટિંગમાં આવ્યા અને સૂર્યવંશીએ રનની ગતિ વધારી દીધી. રબાડાએ ફેંકેલી 14મી ઓવરના પહેલા બૉલે સૂર્યવંશીએ છગ્ગો ફટકાર્યો. તો હોલ્ડરની 16મી ઓવરમાં પણ રાજસ્થાન રૉયલ્સે રનનો જાણે કે વરસાદ કર્યો હતો. શાનદાર બેટિંગ કરી રહેલા સૂર્યવંશી સદી પૂરી કરશે એવું લાગતું હતું, પરંતુ રબાડાએ તેમને 96 રન પર આઉટ કરી દીધા.

રાશિદ ખાનની મૅચની 20મી અને અંતિમ ઓવરમાં ડોનવાન ફરેરાએ ચાર છગ્ગા માર્યા અને રાજસ્થાનનો સ્કોર 20 ઓવરમાં 214 થઈ ગયો. રબાડા અને હોલ્ડરે ટાઇટન્સ માટે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની સારી શરૂઆત

આઈપીએલ, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ગુજરાત ટાઇટન્સ, IPL Final, IPL Qualifier, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ANI

મોટા સ્કોરનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી હતી. સાઈ સુદર્શન અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી. આર્ચરની પહેલી ઓવરમાં 19 રન લીધા હતા.

બંને ઓપનર બૅટ્સમૅન જાળવીને રમતાં રહ્યા અને સ્કોરને આગળ વધારતા રહ્યા.

બીજી ઓવરમાં 12 રન, ત્રીજી ઓવરમાં 10 રન, ચોથી ઓવરમાં 11 રન, પાંચમી ઓવરમાં 7 રન, છઠી ઓવરમાં 11 રન... એમ ધીમે ધીમે રન જોડતા ગયા. આમ ગુજરાત ટાઇટન્સે પાવરપ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 69 રન કર્યા.

પાવરપ્લે પૂરો થતા રનરેટને નિયંત્રણ કરવામાં રાજસ્થાનની ટીમ નિષ્ફળ રહી હતી. ગિલ અને સુદર્શન એક જ ગતિથી રન બનાવી રહ્યા હતા.

શુભમન ગિલે તુષાર દેશપાંડેની નવમી ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો મારીને પોતાની અર્ધ સદી (30 બૉલ) પૂરી કરી. તેમની ભાગીદારીએ પણ 8.4 ઓવરમાં 100 રન પાર કરી લીધા.

જીતની દિશામાં આગળ વધતા બંને બૅટ્સમૅનો રન કરતા રહ્યા અને 10 ઓવરમાં વિના વિકેટે 127 રન કરી નાખ્યા.

સાઈ સુદર્શને 11મી ઓવરમાં પહેલા બૉલે ઇનિંગનો પ્રથમ છગ્ગો મારીને તેમની અર્ધ સદી (26 બૉલ) પૂરી કરી.

ક્વૉલિફાયર-1ની જેમ આ મૅચમાં પણ સાઈ સુદર્શન હિટ-વિકેટ આઉટ થયા. તેમણે 32 બૉલમાં 58 રન કર્યા.

અંતે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ

આઈપીએલ, વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ગુજરાત ટાઇટન્સ, IPL Final, IPL Qualifier, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ani

સાઈ સુદર્શનના આઉટ થયા બાદ શુભમન ગિલે રવીન્દ્ર જાડેજાની ઓવરમાં ચોગ્ગો મારીને પોતાની સદી પૂર્ણ કરી. તેમણે માત્ર 47 બૉલમાં સદી ફટકારી.

આર્ચરના બૉલે એલબીડબલ્યુ આઉટ થતા પહેલાં ગિલે 53 બૉલમાં 104 રન કર્યા. જ્યારે તેઓ આઉટ થયા ત્યારે ટાઇટન્સને જીત માટે 30 બૉલમાં માત્ર 33 રનની જરૂર હતી. જોકે ઓપનિંગમાં આવેલા ગિલે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

એ પછી આવેલા જોસ બટલર, વૉશિંગ્ટન સુંદર અને રાહુલ તેવટિયાએ ગુજરાત ટાઇટન્સની જીત પાક્કી કરી નાખી. અંતમાં ગુજરાતે 18.4 ઓવરમાં પોતાનું લક્ષ્ય મેળવી લીધું અને સાત વિકેટથી જીતી ગયું.

આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી ગઈ. 31 મે, રવિવારે અમદાવાદમાં ટાઇટન્સ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે ફાઇનલ રમશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન