એ ક્ષણ, જ્યારે લુપ્તપ્રાય ઘોરાડના સંરક્ષણ માટે આશા જન્મી
એ ક્ષણ, જ્યારે લુપ્તપ્રાય ઘોરાડના સંરક્ષણ માટે આશા જન્મી
પ્રકાશિત
લુપ્તપ્રાયઃ ગ્રૅટ ઇન્ડિયન બસ્ટર્ડ પ્રજાતિના બે નરને ડેઝર્ટ નૅશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે.
આ સાથે જ તેમના સંરક્ષણ માટે નવી આશા જન્મી છે.
તેમને જીપીએસથી ટૅગ પણ કરવામાં આવ્યા છે, જેથી કરીને વૈજ્ઞાનિક રીતે તેનો અભ્યાસ થઈ શકે.
અહીં ત્રણેક મહિના માટે તેમના ઉડવા, ખાવા-પીવા અને વ્યવહારનો અભ્યાસ કરવામાં આવશે. એ પછી તેમને જંગલમાં મુક્ત કરવામાં આવશે.
ઘોરાડ કે ગોડાવણ નામથી પણ ઓળખાતા આ પક્ષીને ગાંધી જંયતીના દિવસે સંરક્ષિત વાતાવરણમાંથી કાઢીને ખુલ્લામાં મૂકવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



