બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું, આ રાજ્યો પર ખતરો, ગુજરાતમાં વરસાદ થશે?
બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું, આ રાજ્યો પર ખતરો, ગુજરાતમાં વરસાદ થશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં ચોમાસા પછીનું પહેલું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.
હવામાન વિભાગ અનુસાર સર્જાયેલો લૉ પ્રેશર એરિયા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને સાયક્લોનિક સ્ટૉર્મમાં ફેરવાશે.
આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.
તેની અસરથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી ભારે વરસાદ પડી શકે છે.
જોકે વાવાઝોડું બધો ભેજ પોતાની તરફ ખેંચી લેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની કે વાવાઝોડાની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images



