નેપાળ : ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે બચાવકર્મીઓની મહેનત

વીડિયો કૅપ્શન, નેપાળ: ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે બચાવકર્મીઓની મહેનત
નેપાળ : ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે બચાવકર્મીઓની મહેનત
પ્રકાશિત

નેપાળમાં બચાવકર્મીઓ ટનલમાં ઊતરીને જરૂરી સાધનોની મદદથી ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે કેવા પ્રયાસ કરી રહ્યા છે તે આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ આ હાઇડ્રોપાવર પ્લાન્ટની ટનલોમાં અંદાજે 600 કામદારો ફસાયા હોવાની આશંકા બતાવાઈ રહી છે.

ત્રિશૂલી નદી પાસે આવેલી આ ટનલોમાં ઇજનેરો પંપોનો ઉપયોગ કરી હવા પહોંચાડી રહ્યા છે જેથી અંદર રહેલા માણસો શ્વાસ લઈ શકે.

પૂર બાદ અહીંની ટનલો કાદવથી ભરાઈ ગઈ છે. નેપાળના વડા પ્રધાન બાલેન શાહે 31 ઑગસ્ટે માહિતી આપી કે આ જગ્યાએથી 279 લોકોને બચાવાયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન