લોકસભાનું પુન:સીમાંકન

લોકસભાનું પુન:સીમાંકન

બેઠકોની સંખ્યા વધીને 815 થવાથી લોકસભામાં શું બદલાશે?

પાછલાં 55 વર્ષોમાં ભારતમાં વસ્તીવધારો થયો છે, 1971માં 54 કરોડની વસતી 163% વધીને વર્ષ 2026માં લગભગ 142 કરોડ થઈ ચૂકી છે.

પરંતુ લોકસભાની બેઠકોની સંખ્યા બદલાઈ નથી. 1977 બાદ 1987માં ગોવા અને દમણ અને દીવના છૂટા પડ્યા બાદથી માત્ર એક જ બેઠક વધી છે, આ ઉમેરાની સાથે લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા આજની સ્થિતિ મુજબ 543 થઈ ગઈ.

કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે 16 એપ્રિલના રોજ મહિલા અનામત લાગુ કરવા અને લોકસભાની બેઠકો વધારવા માટે ત્રણ બિલ રજૂ કર્યાં હતાં.

મેઘવાલે કહ્યું લોકસભાની ક્ષમતા 50% વધીને 815 થશે, જે પૈકી 272 બેઠકો મહિલાઓ માટે અનામત હશે. તેમણે ઉમેર્યું, "મહિલા અનામત લાગુ કરવાથી ના પુરુષો કે ના કોઈ રાજ્યોને કોઈ નુકસાન થશે."

સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા કાયદા, નારી શક્તિ વંદન અધિનિયમ કે મહિલા અનામત કાયદામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. મેઘવાલે કહ્યું કે અનામત હાલની વસતીગણતરી પ્રક્રિયા સાથે સાંકળેલી હોઈ આ સુધારા રજૂ કરવામાં આવ્યા છે, કારણ કે એ સ્થિતિમાં 2029ની સામાન્ય ચૂંટણી પહેલાં તેને લાગુ ન કરી શકાઈ હોત.

543 seats in the Lok Sabha

અહીં દરેક ચોરસ લોકસભાની એક બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં હાલ 543 બેઠકો છે, જે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વહેંચાયેલી છે.

543 seats in the Lok Sabha

હવે સરકારે લોકસભાની ક્ષમતા હાલની ક્ષમતા કરતાં બરાબર 50% વધારીને 815 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કુલ 815 બેઠકોમાંથી 272 બેઠકો મહિલાઓ માટે અનામત હશે.

તેનો અર્થ એ છે કે ઉત્તરપ્રદેશ જે હાલની લોકસભાની ક્ષમતામાંથી 14.7% એટલે કે 80 બેઠકો ધરાવે છે, તેની બેઠકોની સંખ્યા વધીને 120 થશે, આમ, તે 815 સભ્યોવાળી લોકસભામાં પણ બેઠકોનું એટલું જ પ્રમાણ જાળવી રાખશે.

એવી જ રીતે કેરળમાં હાલ લોકસભાની 20 બેઠકો છે, હાલના 3.7%ના તેના ભાગના પ્રમાણમાં લોકસભામાં તેની બેઠકસંખ્યા વધીને 30 થઈ જશે.

ઉત્તરપ્રદેશને સૌથી ઝાઝો 40 બેઠકોનો લાભ થશે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને તામિલનાડુમાં અનુક્રમે 24, 21, 20 અને 20 બેઠકોનો વધારો થશે.

નીચેનો નકશો 815 સભ્યોની લોકસભામાં રાજ્યોની પ્રસ્તાવિ બેઠકસંખ્યા બતાવે છે. જેટલી મોટી બૉક્સની સાઇઝ, એટલી વધુ બેઠકની સંખ્યા.

રાજ્યનું નામબેઠકોપ્રસ્તાવિત બેઠકોબેઠકોમાં વધારો
Uttar Pradesh80
+
+
Maharashtra48
+
+
West Bengal42
+
+
Bihar40
+
+
Tamil Nadu39
+
+
Madhya Pradesh29
+
+
Karnataka28
+
+
Gujarat26
+
+
Andhra Pradesh25
+
+
Rajasthan25
+
+
Odisha21
+
+
Kerala20
+
+
Telangana17
+
+
Assam14
+
+
Jharkhand14
+
+
Punjab13
+
+
Chhattisgarh11
+
+
Haryana10
+
+
Delhi7
+
+
Jammu & Kashmir5
+
+
Uttarakhand5
+
+
Himachal Pradesh4
+
+
Arunachal Pradesh2
+
+
Goa2
+
+
Manipur2
+
+
Meghalaya2
+
+
Tripura2
+
+
Andaman & Nicobar Islands1
+
+
Chandigarh1
+
+
Dadra & Nagar Haveli1
+
+
Daman & Diu1
+
+
Lakshadweep1
+
+
Mizoram1
+
+
Nagaland1
+
+
Puducherry1
+
+
Sikkim1
+
+
Ladakh1
+
+

પ્રસ્તાવિત ત્રણ બિલમાં નીચેની મહત્ત્વના ફેરફારો સામેલ છે:

• હાલની 550ની લોકસભાની બંધારણીય બેઠકમર્યાદામાં વધારો કરીને 850 કરવી;

• એક કમિશનની રચનાની જોગવાઈ જેને રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી, પુન: સીમાંકન અને એસસી એસટી અને મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાનું કામ સોંપાશે.

•કમિશન તાજેતરમાં પ્રકાશિત થયેલા વસતીગણતરીના આંકડાનો ઉપયોગ કરશે એવી જોગવાઈ, જે 2011ના આંકડાને સંભવિત ડેટાસેટ બનાવે છે.

નોંધનીય છે કે સંસદમાં મુકાયેલાં બિલમાં હાલમાં બધાં રાજ્યો માટે 50% વધારાની જોગવાઈ જાહેર કરાઈ નથી. હાલની સ્થિતિ મુજબ, આ વાત વડા પ્રધાન મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ દ્વારા અપાયેલું મૌખિક વચનમાત્ર છે.

તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કહ્યું હતું, "આવતી કાલે કેન્દ્રની ભાજપ સરકાર જે ડિલિમિટેશન સુધારા બિલ રજૂ કરવાની યોજના કરી રહી છે તે તામિલનાડુ અને દક્ષિણનાં રાજ્યો સાથે 'એક મોટો ઐતિહાસિક અન્યાય'છે."

તેલંગણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લા પત્રમાં કહ્યું દેશના અર્થતંત્રમાં માતબર યોગદાન છતાં દક્ષિણનાં રાજ્યોનો અવાજ સંસદમાં ધીમો પડશે, સામેની બાજુએ, ઉત્તર-મધ્ય પટ્ટાના વધુ વસતીવૃદ્ધિવાળાં રાજ્યોને અપ્રમાણસર લાભ થશે.

રેડ્ડીએ બેઠકોની ફાળવણી માટે રાજ્યોના આર્થિક ફાળાને ધ્યાનમાં લેતી એક વૈકલ્પિક ફૉર્મ્યુલા પણ સૂચવી.

લોકસભામાં બેઠકો વધારવાની જરૂર શા માટે છે?

છેલ્લાં 50 વર્ષમાં ભારતની વસતી અઢી ગણા કરતાં પણ વધુ થઈ ગઈ છે, પરંતુ રાજ્યોમાં આ વધારો એકસમાન નથી રહ્યો.

રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં, 1971થી 2017 દરમિયાન વસ્તીમાં લગભગ 190 ટકાથી લઈને 220 ટકા કરતાં પણ વધુ વધારો થયો હોવાનું અનુમાન છે. 2027 માટે વસ્તીનું અનુમાન વસ્તી અનુમાનો પર ટેકનિકલ ગ્રૂપના રિપોર્ટમાંથી લેવામાં આવ્યું છે.

તેનાથી ઊલટું કેરળમાં વસ્તીમાં માત્ર 70 ટકા અને તામિલનાડુમાં 88 ટકાના વધારાનું અનુમાન છે. કર્ણાટકમાં 137 ટકા અને અવિભાજિત આંધ્ર પ્રદેશમાં 113 ટકા વસ્તી વધવાનું અનુમાન છે.

દક્ષિણ ભારતનાં બધાં રાજ્યોમાં છેલ્લાં થોડાં વર્ષોમાં વસ્તી-વૃદ્ધિ ભારતની સરેરાશ કરતાં ઘણી ઓછી રહી છે. આ અસમાન વધારાનું પરિણામ એક સાંસદ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવતા લોકોની સંખ્યામાં જોવા મળે છે.

રાજસ્થાનમાં એક સાંસદ સરેરાશ ૩૩ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંખ્યા કતારની કુલ વસ્તી કરતાં પણ વધારે છે. જ્યારે કેરલમાં એક સાંસદ તેનાથી લગભગ અડધા, એટલે કે 18 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

એક સાંસદ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવતા લોકોની સંખ્યા (લાખમાં)

એક સાંસદ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવતા લોકોની સંખ્યા (લાખમાં)

1977માં જ્યારે છઠ્ઠી લોકસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે બધાં મુખ્ય રાજ્યોમાં સાંસદોએ સરેરાશ લગભગ 10.44 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જો લોકસભાની સભ્યસંખ્યા 543 જ રહે, તો 2017 સુધીમાં ઉત્તર પ્રદેશના એક સાંસદ લગભગ 30 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરશે. જે કર્ણાટક કે તામિલનાડુના કોઈ સાંસદ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવતા લોકોની સંખ્યા કરતાં ઘણી બધી વધારે છે.

815 સાંસદો સાથે આ અસંતુલન ખતમ નહીં થઈ જાય. સાંસદો જેટલી વસતીનું પ્રતિનિધિત્વ કરે છે તેની પ્રતિ સાંસદ સરેરાશ ઘટશે, પરંતુ અસમાનતા તો રહેશે. કેરળના 12 લાખ લોકો પ્રતિ સાંસદની સરખામણીએ ઉત્તર પ્રદેશમાં એક સાંસદ હજુ પણ 20.4 લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યોની વચ્ચે મતદારોની સંખ્યામાં વધતો આ તફાવત ભારત માટે લાંબા સમયથી એક રાજકીય પડકાર રહ્યો છે. આ 1970ના દાયકાથી સીમાંકન પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું જ પરિણામ છે.

સરળ શબ્દોમાં કહીએ તો, સીમાંકન સીમાઓને ફરીથી નક્કી કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ દર 10 વર્ષે વસ્તીગણતરી પછી તેને પૂરું કરવાનો હતો, જેથી વસ્તીમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી શકાય. તેની પાછળનો મૂળ વિચાર એ સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યોને તેમની વસ્તીના ગુણોત્તરમાં જ સીટો ફાળવવામાં આવે. જેનાથી દરેક સાંસદ કે પ્રતિનિધિની પાસે લગભગ સમાન સંખ્યામાં લોકોનું પ્રતિનિધિત્વ હોય.

આ પ્રક્રિયા બંધારણના ફકરા 81 અને 82 દ્વારા અનિવાર્ય કરી દેવામાં આવી છે. બંધારણનો ફકરો 81 કહે છે કે બધાં રાજ્યો માટે બેઠકો અને વસ્તીનો ગુણોત્તર, જ્યાં સુધી શક્ય હોય, એકસમાન હોવો જોઈએ. જ્યારે ફકરા 82માં કહેવામાં આવ્યું છે કે દરેક વસ્તીગણતરી પછી લોકસભાની સીટોનું પુનઃ સમાયોજન કરવું જોઈએ.

જોકે, સીમાઓના પુનઃ સમાયોજનની આ પ્રક્રિયાને 1976માં બંધારણના 42મા સુધારાના માધ્યમથી અટકાવી દેવાઈ હતી. આ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રાખવાનો હતો જ્યાં સુધી 2001ની વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ ન થઈ જાય. તેનો તર્ક એ હતો કે રાજ્યોને વસ્તીવૃદ્ધિને સ્ટેબલાઇઝ કરવાની તક મળે.

2002માં બંધારણના 84મા સુધારાએ પુન:સીમાંકન પર લાગેલી રોકને 2026 સુધી વધારી દીધી, જેથી “રાજ્યોને વસતી સ્થિરતા હાંસલ કરવાની દિશામાં કામ કરવા માટે પ્રેરી શકાય.” તેનો અર્થ એ હતો કે પુન: સીમાંકનનું કામ 2026 પછી થનારી પહેલી વસતીગણતરી સુધી ટાળી દેવામાં આવશે.

જોકે, બિલ પુન:સીમાંકનની કાર્યવાહી "જેના માટે લાગતાવળગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય એવી લેટેસ્ટ વસતીગણતરી" કે 2011ની વસતીગણતરી આધારે કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.

છેલ્લી વસતીગણતરીની પ્રક્રિયા, જે વર્ષ 2021માં યોજાવાની હતી, તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. જૂન 2025માં, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું કે વસતીગણતરી 2027માં કરાશે.

સીમાંકન નહીં થવાના કારણે અને સમયની સાથે વસ્તીવૃદ્ધિમાં ઘણા અંતરનું પરિણામ એ આવ્યું કે ભારતનાં કેટલાંક રાજ્યોનું પ્રતિનિધિત્વ હવે ઓછું છે, જ્યારે અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ જરૂરિયાત કરતાં વધારે છે.

જર્નલ ઑફ એશિયન ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ માટે વર્ષ 2024ના પોતાના એક સંશોધન લેખમાં પંકજ પટેલ અને ટીવી શેખર કહે છે, “આ વધુ સમૃદ્ધ રાજ્યોને, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, પરિવાર નિયોજન કાર્યક્રમો, સારી સ્વાસ્થ્ય સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ સ્તરોથી લાભ મળ્યો છે. તેના કારણે અહીં વસ્તીવૃદ્ધિની ગતિ ધીમી રહી છે. પરિણામ એ આવ્યું કે તેમની પાસે હવે વસ્તીની સાઇઝની સરખામણીમાં સંસદમાં વધુ સીટો છે. તેનાથી તેઓ રાજકીય રૂપે ઓવર રિપ્રેઝન્ટેશનની સ્થિતિમાં આવી ગયાં છે.

જ્યારે બીજી તરફ, ઉચ્ચ પ્રજનન દર વાળાં ઉત્તરનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઓછું છે. મતલબ, તેમની વસ્તીની સાઇઝના ગુણોત્તરમાં તેમની પાસે બેઠકોની સંખ્યા ઓછી છે.

લોકસભામાં વધુ પડતું અને ઓછું પ્રતિનિધિત્વ

ઉત્તર પ્રદેશ80
બિહાર40
મધ્ય પ્રદેશ29
રાજસ્થાન25
-11
-10
-5
-6
543 seats in the Lok Sabha

આ ચાર રાજ્યોના રિપ્રેઝન્ટેશનમાં 31 બેઠકો ઓછી છે. તેમાં ઉત્તર પ્રદેશની પાસે પોતાની વસ્તીના ગુણોત્તરમાં 11 બેઠકો ઓછી છે.

તામિલનાડુ39
કર્ણાટક28
આંધ્ર પ્રદેશ25
કેરળ20
તેલંગણા17
+10
+2
+5
+6
+3
543 seats in the Lok Sabha

આ પાંચ રાજ્યોમાં 26 બેઠકોનું ઓવર રિપ્રેઝન્ટેશન છે. તેમાં તામિલનાડુની પાસે તેની વસ્તીના ગુણોત્તરમાં 10 બેઠકો વધારે છે.

પરિણામે, જો લોકસભાની 543 સીટોને ફરીથી એડજસ્ટ કરવામાં આવી હોત, તો દક્ષિણ ભારતનાં રાજ્યોએ ઝડપી વસતીવૃદ્ધિ ધરાવતાં રાજ્યોની સરખામણીએ પોતાની બેઠકો ગુમાવવી પડી હોત.

આ જ કારણથી દક્ષિણ ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પહેલાં કહ્યું હતું કે તેમને વસ્તી નિયંત્રણના ઉપાય લાગુ કરવાની સજા આપવામાં આવી રહી છે.

સીમાંકન માટે મળેલી જૉઇન્ટ ઍક્શન કમિટીની મીટિંગમાં તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કહ્યું હતું, “અહીં દરેક રાજ્યએ વસ્તી નિયંત્રણ દ્વારા ઘણી પ્રગતિ કરી છે. આ પગલું એવાં રાજ્યોને સજા આપનારું છે. લોકોના પ્રતિનિધિઓની સંખ્યા ઘટાડીને અમારા અવાજને દબાવી દેવામાં આવશે.”

તામિલનાડુમાં એક સર્વદલીય બેઠકમાં સ્ટાલિને કહ્યું, “જો સંસદની બેઠકો વધારવામાં આવે, તો વર્તમાન માળખા અનુસાર તામિલનાડુનું પ્રતિનિધિત્વ પણ એ જ ગુણોત્તરમાં વધવું જોઈએ. તામિલનાડુની વર્તમાન બેઠકોની ટકાવારી, જે કુલ બેઠકોના 7.18 ટકા છે, કોઈ પણ પરિસ્થિતિમાં ઘટાડવી ન જોઈએ.”