ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુ પર ભારતીય વિદેશમંત્રાલયે શું કહ્યું?

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કફ સિરપથી 18 બાળકોનાં મૃત્યુના મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મૃત્યુ બે મહિના દરમિયાન થયાં છે અને ઉઝ્બેકિસ્તાનના અધિકારીઓએ આધિકારિક રૂપથી ભારત સામે આ મુદ્દો નથી ઉઠાવ્યો.