LIVE Live, જંતર-મંતર પર પ્રદર્શન સમાપ્ત થયા બાદ આજે સવારે કેવો છે માહોલ, જુઓ તસવીરોમાં
કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામા બાદ કૉક્રોચ જનતા પાર્ટીએના નેતૃત્વમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન શનિવારે સમાપ્ત થયું.
જોકે, રવિવારે સવારે પણ પોલીસ અહીં તહેનાત છે અને બૅરિકેડ્સ યથાવત્ છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ઓવૈસીએ કહ્યું, "આ યુવાનોના સંઘર્ષ અને બલિદાનની જીત છે".
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રીપદથી રાજીનામું આપવા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓમાં પદ નહીં, પરંતુ દેશ મહત્ત્વપૂર્ણ છે.
દિલ્હી પોલીસ કમિશનરને મળ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું, 'લોકતંત્રની ફરી શરૂઆત'. સીજેપીએ પ્રદર્શનકારીઓને કહ્યું કે આપણી માગો માની લેવાઈ છે, તેમણે પ્રદર્શનકારીઓને પોતાનાં ઘરે પરત જવાની અપીલ કરી.
દિલ્હીનાં તમામ મેટ્રો સ્ટેશનો આજથી શરૂ, સીજેપી સમર્થકોના પ્રદર્શનને કારણે કેટલાંક મેટ્રો સ્ટેશનોને કરવામાં આવ્યા હતા બંધ.
લાઇવ કવરેજ
જંતર-મંતર પર પ્રદર્શન સમાપ્ત થયા બાદ આજે સવારે કેવો છે માહોલ, જુઓ તસવીરોમાં
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર ચાલી રહેલું પ્રદર્શન હવે પૂર્ણ થઈ ગયું છે અને પ્રદર્શનકારીઓ પોતાનાં ઘરે પરત ફર્યા છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી
ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામા બાદ કૉક્રોચ જનતા પાર્ટીએના નેતૃત્વમાં દિલ્હીના
જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન શનિવારે સમાપ્ત થયું.
જોકે, રવિવારે સવારે
પણ પોલીસ અહીં તહેનાત છે અને બૅરિકેડ્સ લાગેલાં છે. પોલીસ પહેલાંના સરખામણીએ ઓછી
છે, જ્યારે પ્રદર્શનકારીઓ પોતાનાં ઘરે પરત ફરી ચૂક્યા છે.
રવિવાર સવારની
જંતર-મંતરની કેટલીક તસવીરો
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય શિક્ષણમંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દિલ્હીસ્થિત જંતર-મંતર પર આંદોલન સમાપ્ત થઈ ગયું છે.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, સીજેપીના નેતૃત્વમાં ચાલેલા આ આંદોલનમાં પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ જોડાયા હતા. તેમણે 26 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, આ આંદોલન અંતર્ગત 20 જુલાઈએ સંસદ માર્ચનું આયોજન થયું હતું, જે દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓની માગ હતી કે 20 જુલાઈ, 2026ના રોજ દિલ્હીમાં થયેલી સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી અને તે મામલે દાખલ કરવામાં આવેલા કેસ પરત લેવામાં આવે. સરકારે તેમની માગ માની લીધી હતી.
કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી ધર્મેન્દ્ર
પ્રધાનના રાજીનામા બાદ આ પદભાર પ્રહ્લાદ જોશીને મળ્યો છે. નવી જવાબદારી મળવા પર
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કર્યો.
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, “મને ખબર મળી છે કે વડા
પ્રધાને મને આ જવાબદારી સોંપી છે. હું આ જવાબદારીને કર્તવ્ય અને વિનમ્રતાથી
સ્વીકારું છું અને વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરું છું.”
તેમણે આગળ કહ્યું, “મોદી સરકારે છેલ્લાં 12 વર્ષમાં ઘણી ઐતિહાસિક ઉપલબ્ધિઓને
હાંસલ કરી છે. હું પીએમના માર્ગદર્શનમાં પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાની
કોશિશ કરીશે.”
પ્રહ્લાદ જોશીએ પોતાના ઍક્સ હૅન્ડલ પર કરવામાં
આવેલી એક પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાન જીની રાજનીતિક
સફર ઘણા દશકો સુધી ચાલી છે. દેશના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા હંમેશાં યાદ
રાખવામાં આવશે.”
તેમણે લખ્યું, “તેમના (ધર્મેન્દ્ર પ્રધાન)
કાર્યકાળમાં નવી શિક્ષણ નીતિ (એનઈપી) 2020ને સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી. તેની
સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં 100થી વધુ નાના મોટા સુધારાઓ કરવામાં આવ્યા. દેશહિતને
સૌથી ઉપર રાખીને પ્રધાન જીનો પદ છોડવાનો નિર્ણય, દેશના વિકાસમાં તેમના યોગદાનને
કોઈ નહીં રોકી શકે.”
તેમણે લખ્યું, “દેશના વિકાસના રસ્તા પર અમારી
મુલાકાત ફરી થશે.”
ઉલ્લેખનીય છે કે પ્રહ્લાદ જોશી પાસે હાલ ગ્રાહકોનો મામલો,
ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થાનો પદભાર છે. તેમની પાસે નવીન અને નવીકરણીય
ઊર્જા મંત્રાલય પણ છે.
'ભાજપ કાર્યકર્તા માટે પદ નહીં પરંતુ દેશ મહત્ત્વપૂર્ણ છે', અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળના વખાણ કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણમંત્રીપદેથી રાજીનામું આપવા મામલે
પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓમાં પદ નહીં, પરંતુ દેશ
મહત્ત્વપૂર્ણ છે.
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે
રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે મોદી સરકાર દેશના યુવાનોની
ભાવનાઓનું સન્માન કરે છે અને પેપરલીકની સામે જરૂરી સુધારા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે લખ્યું, “ભાજપના કાર્યકર્તાઓ
માટે પદથી વધુ મહત્ત્વપૂર્ણ દેશ, અમારી યુવાન પેઢી અને વિદ્યાર્થી છે. આજે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જીએ પોતાના પદથી જે રાજીનામું
આપ્યું છે તે એ દર્શાવે છે.”
“મોદી સરકાર દેશના
યુવાનોની ભાવનાનું સન્માન કરે છે અ પેપરલીકના વિરોધમાં જરૂરી સુધારા માટે કટિબદ્ધ
છે. પેપરલીકના દોષિતોને કઠોર દંડ મળે, તેના માટે મોદી જી દ્વારા લેવામાં આવેલા
નિર્ણયો આવકારદાયક છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પગલાંથી નીટ પરીક્ષામાં સફળ
થયેલા વિદ્યાર્થીઓ સાથે પૂર્ણ ન્યાય મળશે.”
તેમણે આગળ લખ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજી
પોતાના કારય્કાળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રભાવી ક્રિયાન્વયન, માતૃભાષાઓમાં
પરીક્ષાઓની વ્યવસ્થા, પીએમ શ્રી વિદ્યાલયોના વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન,
કૌશલ વિકાસ તથા ઉદ્યોગ-ઍકેડેમિક સમન્વયને સુદૃઢ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સુધાર
કર્યા છે. પરીક્ષા પ્રણાલીને વધુ સમાવેશી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાની
દિશામાં તેમના પ્રયાસો ઉલ્લેખનીય છે.
તેમનો કાર્યકાળ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પ્રત્યે તેમના સમર્પણનો સાક્ષી
છે.”
ઉલ્લેખનયી છે કે દેશભરમાં થયેલા પ્રદર્શનો વચ્ચે ધર્મેન્દ્ર
પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે. મોદી સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલયનો ભાર પ્રહ્લાદ
જોશીને સોંપવામાં આવ્યો હતો.