Live, દિલ્હી જંતર-મંતર: કૉક્રોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે આ જગ્યાએ થશે સરકાર સાથે વાતચીત

કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેવીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે. તેમણે જણાવ્યું કે સરકાર સાથેની વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

સારાંશ

  • પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.
  • 26 દિવસ બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા.
  • સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.
  • કૉક્રોચ જનતાપાર્ટીએ જણાવ્યું કે સરકાર સાથે વાતચીત માટે ન્યૂટ્રલ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. આ માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયાની જગ્યા પસંદ કરવામાં આવી છે.
  • પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી.
  • રાહુલ ગાંધીએ 'ગાંધી સ્મૃતિ' પહોંચીને કહ્યું, 'સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે'.
  • ગુરુવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.
  • દિલ્હીનાં મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. કૉક્રોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે આ જગ્યાએ થશે સરકાર સાથે વાતચીત

    સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે તેમની પાર્ટીની માગો યથાવત્ છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે તેમની પાર્ટીની માગો યથાવત્ છે.

    કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.

    સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”

    સૌરવ દાસે કહ્યું, “ તેઓ જંતર-મંતર પણ આવી શકતા હતા. પરંતુ અમે તેમની સામે વિકલ્પ રાખ્યો છે. અમે સમજી શકીએ છીએ કે જંતર-મંતર પર આવવામાં તેમને ખચકાટ અનુભવાતો હશે. અમે સમજદાર અને ભણેલા-ગણેલા લોકો છીએ. તેથી અમે તેમની સામે ન્યૂટ્રલ જગ્યાનો વિકલ્પ રાખ્યો.”

    નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.

    જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.

  2. અડધી રાત્રે સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા મામલે સીજેપી સંસ્થાપક અભિજિત દીપકેએ શું કહ્યું?

    સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુવારે અડધી રાત્રે 26 દિવસો બાદ પોતાના ઉપવાસ તોડ્યા છે.

    ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને તેના પર ખુશી વ્યક્ત કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું, “અમને રાહત છે અને ખુશી પણ. સોનમ સરે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. સર, તમારા અસાધારણ સાહસ અને ત્યાગ માટે આપનો આભાર. તમે તમારા જીવને જોખમમાં મૂકીને આખા દેશના અંતરાત્માને ઢંઢોળ્યો. તમારું જીવન આ દેશ માટે અનમોલ છે.”

    “કૉક્રોચ જનતા પાર્ટી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

  3. સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં તોડ્યો ઉપવાસ, લોકોને કરી આ અપીલ

    કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    ઇમેજ સ્રોત, Wangchuk66

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    સોનમ વાંગચુકે લખ્યું, “આ પહેલાં, અલગ-અલગ રાજનીતિક દળોના 65 સાંસદોએ પત્ર લખીને મને ઉપવાસ તોડવાનો આગ્રહ કર્યો હતો.”

    તેમણે જણાવ્યું કે આ નિર્ણય ઘણી શરતો પર લાંબી વાતચીત અને દેશમાં સંભવિત હિંસાની આશંકાને લઈને લેવામાં આવ્યો છે.

    વાંગચુકે લખ્યું, “હું બહુ જલદી એક અલગ વીડિયોમાં આ શરતો મામલે વિસ્તારથી જણાવીશ. આ વચ્ચે, હું આગ્રહ કરું છું કે તમે ક્યાંય કોઈ પણ પ્રકારની હિંસા ન થવા દો અને તેને લઈને સતર્ક રહો.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

    બીજી તરફ મોડી રાત્રે પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન