You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે મદદ માટે ગાઝા જતી બોટોને ઇઝરાયલે અટકાવી
પહેલી નજરે જોતા એવું લાગે કે સુરક્ષાકર્મીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે.
વાસ્તવમાં આ લોકો પેલેસ્ટાઇનનું સમર્થન કરે છે.
તેઓ 50થી વધુ બોટમાં રાહતસામગ્રી ભરીને મદદ માટે ગાઝા જઈ રહ્યા હતા, ત્યારે ઇઝરાયલે તેમને ગ્રીસ પાસે આંતરરાષ્ટ્રીય સીમામાં અટકાવ્યા હતા.
આયોજકોનું કહેવું છે કે ઇઝરાયલની કાર્યવાહી ગેરકાયદેસર છે.
કારણ કે તેઓ ગાઝાથી સેંકડો કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતા, ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેણે 20થી વધુ બોટ સાથે લગભગ 175 કાર્યકરોની અટકાયત કરી છે. ઇઝરાયલનો આરોપ છે કે આયોજકોએ હમાસ સાથે હાથ મિલાવ્યા છે અને આ બધું પીઆર સ્ટન્ટ માટે કરવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન