ચીનની ખાણમાં ગૅસ વિસ્ફોટની પળ CCTVમાં કેદ

વીડિયો કૅપ્શન, ચીનની ખાણમાં ગેસ વિસ્ફોટનો ક્ષણ CCTVમાં કેદ
ચીનની ખાણમાં ગૅસ વિસ્ફોટની પળ CCTVમાં કેદ
પ્રકાશિત

ચીનમાં આવેલી એક કોલસા ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં 82 લોકોના મોત થયાં છે.

ચીનમાં કોલસાની ખાણમાં ઘટેલી ભયાનક દુર્ઘટનાના સીસીટીવી દૃશ્યો સામે આવ્યાં છે.

શાનસી પ્રાંતની લિયુશેન્યુ ખાણમાં વિસ્ફોટ થતા 82 લોકોનાં મોત અને 120 લોકો ઘાયલ થયા હોવાનું પ્રાદેશિક મીડિયાએ જણાવ્યું હતું.

ગૅસ વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

પરંતુ મીડિયાના અહેવાલ મુજબ, ખાણમાં કાર્બન મોનૉક્સાઇડનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચીન, બ્લાસ્ટ, ગેસ, કોલસાની ખાણ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન