You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પના નિર્ણયોની શૅરબજારના મોટા કારોબારીઓને પહેલાંથી જ ખબર પડી જાય છે?, ઇનસાઇડર ટ્રેડિંગ વિશે બીબીસીની તપાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મમાં જે નિર્ણયો લીધા એ દરમિયાન એમની જાહેરાતોના બરાબર પહેલાં શૅરમાર્કેટ સહિતનાં બજારોમાં લાખો ડૉલરના સોદાઓ કરનારા કારોબારીઓએ પૈસા રોકી કમાણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા મીડિયા ઇન્ટરવ્યૂ જાહેર થાય તેના થોડા કલાકો પહેલા કે ક્યારેક તો મિનિટો પહેલા જ ટ્રેડિંગમાં અચાનક વધારો થતો જોવા મળ્યો હતો.
અમુક વિશ્લેષકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર ઇનસાઇડર ટ્રેડિંગનાં લક્ષણો છે, જેમાં લોકો એવી માહિતીના આધારે દાવ લગાવે છે જે સામાન્ય લોકોને ખબર નથી હોતી.
જ્યારે બીજા કેટલાક કહે છે કે આ વાત એટલી સરળ નથી. અમુક ટ્રેડર્સ હવે પ્રમુખ શું કરશે તે બાબતે પહેલેથી અંદાજો લગાવવામાં ખૂબ કુશળ થઈ ગયા છે.
બીબીસીએ ઘણાં નાણાકીય બજારોના વેપાર વૉલ્યુમના ડેટાની તપાસ કરી અને તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેટલીક સૌથી મોટી જાહેરાતો માટેનાં નિવદનો સાથે સરખાવ્યાં.
તો એમાં શું જાણવા મળ્યું અને એમના કયા કયા મોટા નિર્ણયોની જાહેરાતો સમયે કેવા સોદા થયા એની વાત આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન