દિલ્હીમાં દિવસભર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, જુઓ 10 તસવીરો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સીજેપીના પ્રદર્શન માટેના આહ્વાનને જોતા દિલ્હીમાં ભારે સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો હતો
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે સીજેપીએ આપેલા પ્રદર્શનના કોલ બાદ પ્રદર્શનમાં જોડાવા આવેલા યુવાનોને સુરક્ષા દળોએ અટકાયતમાં લીધા હતા
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) કરાયેલા પ્રદર્શનના આહ્વાન બાદ 10 ઑક્ટોબર દિલ્હીના રસ્તા પર એક પ્રદર્શનકારી ભારતના રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રદર્શન કરી રહેલા યુવાનોને સુરક્ષા દળના કર્મીઓ ઊંચકીને લઈ જતા હોય તેવાં ઘણાં દૃશ્યો જોવા મળ્યાં હતાં
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ઘણી જગ્યાએ ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સીજેપીના પ્રદર્શનને પગલે દિલ્હીમાં ઘણા રસ્તા સુરક્ષા દળો દ્વારા બંધ કરી દેવાામાં આવ્યા હતા
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારી યુવાનોને સુરક્ષા દળના જવાનો બળજબરીપૂર્વક બસોમાં ભરી રહ્યા હોવાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સીજેપીના પ્રદર્શનને પગલે દિલ્હી જતી ઘણી ટ્રેનો અને મેટ્રો સેવાઓ સસ્પેન્ડ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
બીબીસી
ઇમેજ કૅપ્શન, પોલીસ દ્વારા અટકાયત કરાયાબાદ કેટલાક યુવાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા
બીબીસી
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારી યુવાનોને પોલીસકર્મીઓ ખેંચીખેંચીને છૂટા પાડતા જોવા મળ્યા હતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન