આણંદ : 'દોઢ લાખનો વાયદો કરી છેલ્લે છ હજાર આપ્યા,' રશિયા લઈ જઈને 'ગોંધી રખાયેલા' ગુજરાતીઓની ફરિયાદ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, આણંદ પેટલાદ આ મામલે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઍક્શનમાં આવી હતી, અને રિંપલ પટેલ નામના 'સ્થાનિક એજન્ટ'ની ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં 20થી વધુ લોકો સાથે 21 લાખ રૂ. કરતાં વધુની છેતરપિંડી થઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, વડોદરાનાં શીતલ મેવાડાએ એક વાઇરલ વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે તેમને અને અન્ય કેટલાક લોકોને રશિયામાં ઊંચા પગારની લાલચે બોલાવી 'ફસાવી દેવાયા' છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

તાજેતરમાં લગભગ 20થી વધુ લોકો સાથે કથિતપણે વિદેશમાં ઊંચા પગારની નોકરની લાલચ આપીને રશિયા લઈ જઈ 'વાયદા મુજબ પગાર' ન આપવા સહિતનું 'શોષણ' અને કથિત 'છેતરપિંડી'નો મામલો સામે આવ્યો હતો.

આ મામલે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઍક્શનમાં આવી હતી, અને રિંપલ પટેલ નામના 'સ્થાનિક એજન્ટ'ની ધરપકડ કરાઈ હતી.

આ કેસમાં 20થી વધુ લોકો સાથે 21 લાખ રૂ. કરતાં વધુની છેતરપિંડી થઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે.

આરોપી રિંપલ પટેલને પેટલાદના એડિશનલ ચીપ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ગુજરાત રાજ્યની હદ પરવાનગી વિના ન છોડવા અને સાત દિવસની અંદર કોર્ટમાં પાસપૉર્ટ જમા કરાવી દેવાની શરતે ગત 9 જૂનના રોજ જામીન અપાયા હતા.

હવે, રશિયામાં આવી રીતે પહોંચેલાં કેટલાંક સ્થાનિક યુવક-યુવતીઓના વીડિયો પણ સામે આવ્યા છે, આ મામલે હજુ શું શું હકીકતો સામે આવી છે, આ પ્રશ્નનો જવાબ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

યુવાનો અને વાલીઓ સાથે છેતરપિંડીની ફરિયાદ

આ ઘટનાના આરોપી રિંપલ પટેલ પર આરોપ લગાવાઈ રહ્યા છે કે તેમણે રશિયા ખાતેની કંપનીમાં સિલાઈ કામ માટે 'ખોટા વાયદા' કરીને મોકલી આપીને પૈસા પડાવ્યા હતા.

આરોપ છે કે રિંપલ પટેલે લોકોને રશિયા મોકલવા માટે 'કામની સારી સ્થિતિ, ચા-નાસ્તો, ગુજરાતી ભોજન' સહિતના વાયદા કર્યા હતા, ફરિયાદી પક્ષનો આરોપ છે કે ત્યાં આવું બધું કંઈ જ નહોતું અને 'વાયદા મુજબનો પગાર' પણ નહોતો અપાતો.

આ ઉપરાંત એવો પણ આરોપ છે કે જ્યારે રશિયા પહોંચેલા લોકોએ ભારત પરત ફરવાની વાત કરી તો તેમની પાસેથી પાસપૉર્ટ અને ઇમિગ્રેશન સ્લિપ આપવા માટે પ્રતિ વ્યક્તિ 500 અમેરિકન ડૉલર માગવામાં આવ્યા હતા. આરોપ છે કે કંપનીના સંચાલકોએ ફરિયાદ પક્ષને જણાવ્યું હતું કે રિંપલ પટેલે તેમને 'અહીં વેચી દીધા' છે.

આ સમગ્ર મામલો અંતે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી, બાદમાં રિંપલ પટેલની ધરપકડ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા, જોકે, પ્રાપ્ત થયેલી લેટેસ્ટ માહિતી મુજબ, તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

'દોઢ લાખના પગારનો વાયદો કરી આપ્યા માત્ર છ હજાર'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, આણંદ પેટલાદ આ મામલે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઍક્શનમાં આવી હતી, અને રિંપલ પટેલ નામના 'સ્થાનિક એજન્ટ'ની ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં 20થી વધુ લોકો સાથે 21 લાખ રૂ. કરતાં વધુની છેતરપિંડી થઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, હિરેનકુમાર ચૌહાણનો આરોપ છે કે તેમને પણ રિંપલ પટેલે સારી નોકરી અપાવવાના વાયદા સાથે રશિયા મોકલ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોજગારની લાલચે રશિયા જઈ કથિતપણે ફસાઈ ગયા બાદ ભારત પરત ફરેલા પાલનપુરના હિરેનકુમાર ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલા અંગે વધુ સ્પષ્ટતા કરી હતી.

તેમણે કહ્યું, "રિંપલ પટેલ અને તેની પત્નીએ અમને રશિયામાં જૉબની ઑફર આપી હતી. તેમણે આરામથી બેઠાં બેઠાં કામ કરવાની વાત કરી હતી. આ સિવાય સવારે ચા-નાસ્તો, બપોરે-સાંજે ભારતીય ભોજન વગેરે મળશે એવું કહેવાયેલું. તેમજ 11 કલાકની નોકરીની વાત થઈ હતી."

"અમને આ બધા વાયદા કરીને ત્યાં લઈ ગયા, પરંતુ ત્યાં ગયા તો અમને સવારે ચા-નાસ્તો નહોતો અપાતો અને બપોરના ભોજનની ગુણવત્તા પણ ખૂબ ખરાબ હતી. આ ઉપરાંત 12 કલાકની નોકરીમાં સતત ઊભાં ઊભાં કામ કરવાનું રહેતું. બેસવાની મંજૂરી નહોતી. તેમજ નોકરી પર ન જઈએ તો ભોજન આપવાનું બંધ કરી દેવાતું."

તેઓ આગળ ફરિયાદ કરતાં કહે છે કે, "અમે જ્યારે તેમને ભારત પરત ફરવાની વાત કરીએ તો તેઓ અમારી પાસેથી પૈસાની માગણી કરતા હતા. અમને કહેવાતું કે નોકરી કરીને અમારા પૈસા વસૂલ કરાવો તો જ અમને ઘરે જવા મળશે."

"અમારી પાસેથી 2.5 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. અમારી સાથે બિલકુલ છેતરપિંડી થઈ ગઈ છે, અમને જે કહેવાયેલું એ પ્રમાણેનું કંઈ જ નહોતું, બધું વાયદાથી વિપરીત હતું. હાલ પણ ત્યાં 15-20 માણસો બંધક છે. એમને કદાચ અમારા કરતાં પણ વધુ ટૉર્ચર કરાતા હશે."

આ સિવાય આ મામલામાં વાઇરલ થયેલા વીડિયોમાં કેટલાંક મહિલા અને પુરુષો દેખાઈ રહ્યાં છે.

જે પૈકી વડોદરાનાં મહિલા શીતલ મેવાડા કહે છે, "કિયાના ઇન્ટરનૅશનલના સંચાલક રિપલ પટેલ અને તેમનાં પત્નીએ અમને રશિયામાં મૉસ્કો ખાતે મોકલ્યાં છે. તેમણે મૉસ્કોમાં અમને જૉબની લાલચે લાવીને અહીં ફસાવી દીધા છે. અમને બધાને દોઢ લાખ રૂપિયાનો પગાર મળશે એવું કહીને અહીં લાવીને ફસાવી દેવાયા છે."

તેઓ કહે છે, "અમને રિંપલ પટેલ અને તેમનાં પત્ની અહીં રશિયા સાથે મૂકવા આવ્યાં હતાં. અહીં અમારા રૂમનું હીટર બંધ કરી દેવાયું છે, ગરમ પાણી આપવાનું પણ બંધ કરી દેવાયું છે. અમને કહેવાયું હતું કે અમને પહેલાં 40 હજાર રૂ.નું ફિક્સ વેતન ત્રણ માસ સુધી મળશે,અને કહેવાયું હતું કે અમે જેટલું કામ કરીશું, તેટલું વેતન વધશે. પરંતુ અમને આખો મહિનો કામ કર્યા બાદ માત્ર છ હજાર રૂ.નો પગાર અપાયો છે. આ સિવાય બાકીના ત્રણ પુરુષોને દસ હજાર રૂ. પગાર મળ્યો છે."

એક પુરુષ કહેતા સંભળાય છે કે, "અમને દસ હજાર રૂપિયાનું વેતન મળ્યું, પણ એમાં અમારું શું થાય? કંઈ જ ન થાય. અમે આવી રીતે ફસાઈ ગયા છીએ."

શીતલ આગળ કહે છે કે, "રિંપલ પટેલે અમને કહેલું કે તેમને પ્રોફેશનલ ટેલરની જરૂર નથી, તેથી અમે ઘરે સિલાઈ કામ કરતી મહિલાઓ પણ અહીં આવી ગઈ, પરંતુ અમને અહીં એવું કહીને બેસાડી દેવાયાં કે તમે ટેલર નથી. આવું કહીને અમને માત્ર છ હજાર રૂપિયા પગાર અપાયો છે. અમે લોકો રિંપલ પટેલને ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને અહીં આવ્યા છીએ."

પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, આણંદ પેટલાદ આ મામલે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઍક્શનમાં આવી હતી, અને રિંપલ પટેલ નામના 'સ્થાનિક એજન્ટ'ની ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં 20થી વધુ લોકો સાથે 21 લાખ રૂ. કરતાં વધુની છેતરપિંડી થઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, આણંદ ડીવાયએસપી જેએન પંચાલ

આણંદ ડીવાયએસપી જેએન પંચાલ કહે છે, "5 જૂન 2026ના રોજ આણંદના રહેવાસી શાકીરમિયાં મલીકે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, તેમના સગા અને એ સિવાય 20 જેટલા લોકોને રિંપલભાઈ પટેલ નામની વ્યક્તિએ ફિશ પૅકિંગ અને ટેલરિંગ કામ માટે માસિક એક લાખ રૂપિયાના પગારની લાલચ આપી રશિયા મોકલી આપ્યા હતા."

"આ દરમિયાન રિંપલ પટેલે આવી રીતે મોકલાયેલી દરેક વ્યક્તિ પાસેથી ફિશ પૅકિંગની નોકરી માટે 2.80 લાખ અને ટેલરિંગ કામ માટે 2.10 લાખ રૂ. લીધા હતા. આમ, અત્યાર સુધી કુલ 33 જેટલા લોકો પાસેથી 78 લાખ રૂ.ની માતબર રકમની વસૂલી કરી હતી. આવી રીતે પહેલાં ગયેલા 13 લોકોને પૂરતો પગાર ન મળતાં તેઓ બધા ભારત પરત આવી ગયા છે."

ડીવાયએસપી પંચાલ કહે છે, "એ બાદ બીજા લોટમાં રિંપલે 20 લોકોને ગત 29 એપ્રિલના રોજ ટેલરિંગ કામ માટે રશિયા મોકલ્યા હતા. આ વ્યક્તિઓને પણ માસિક છથી દસ હજાર રૂપિયા સુધીનું જ વેતન મળતાં તેમણે રિંપલને ભારત પરત ફરવાની વાત કરી હતી, પરંતુ તેમને ભારત પરત મોકલાવાયા નહોતા. આ લોકોએ જે કંપની સાથે કૉન્ટ્રેક્ટ કર્યો હતો, તેમણે આ લોકોના પાસપૉર્ટ જમા લઈ લીધા હતા. તેમજ તેમને નક્કી કર્યા મુજબનું ભોજન પણ નહોતું અપાતું. આ ઉપરાંત પાછા જવા માટે પોતાના પૈસે ટિકિટ ખરીદવાનું કહેવાયું હતું."

પોલીસના જણાવ્યાનુસાર આ મામલામાં પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુનાની તપાસ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાઈ હતી અને આરોપીની ધરપકડ કરાઈ હતી. આ મામલામાં પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે.

આરોપી પક્ષની શું દલીલ છે?

રિંપલ પટેલના વકીલ કાદરભાઈ વોરાએ બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતા સાથેની વાતચીતમાં આ કેસ અંગે આરોપી પક્ષનો ખુલાસો રજૂ કરતાં કહ્યું કે, "બ્રોશરમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે તમારી આવડત પ્રમાણે તમને પગાર મળશે. આ લોકોએ કરાર કર્યો, જે ગુજરાતીમાં જ હતો. જેના પર બધાએ સહી કરી. તેમાં એવો પણ ઉલ્લેખ છે કે જો ત્યાં તમને ન ફાવે અને તમારે પરત આવવું હોય તો તમારે તમારા પૈસે પરત આવવાનું રહેશે."

"અહીં વાત એમ છે કે અહીંના લોકોને રશિયાનું વાતાવરણ માફક નથી આવતું. અમુક લોકોને ત્યાં ફાવી ગયું છે, તેથી ત્યાં રહી ગયા છે અને અમુક લોકોને પાછું આવવું છે. પરંતુ પાસપૉર્ટ લઈ લીધાની વાત ખોટી છે. આ લોકોએ પોતે જ સ્વીકાર્યું છે કે પાસપૉર્ટ પણ તેમની પાસે જ છે. એ સિવાય અહીં કરતાં ત્યાંના ભોજનમાં થોડો ફેર છે. ત્યાંનું ભોજન તેમને ન ફાવતું એ થોડી તકલીફ હતી. પરંતુ તેનું પણ રિંપલભાઈએ નિરાકરણ લાવ્યું હતું."

"આ સિવાય 1.30 લાખ રૂપિયાના પગારની જે વાત થઈ રહી છે, એ 1.30 લાખ રૂપિયા સુધીના પગારની વાત છે. એનો અર્થ એ છે કે આટલા પૈસા ફિક્સ મળશે એવું નહોતું કહેવાયું, પરંતુ તમારી આવડત પ્રમાણે આટલા સુધીનો પગાર મળી શકે એવી વાત હતી," કાદરભાઈ વોરાએ જણાવ્યું હતું.

તેમને જ્યારે વાઇરલ વીડિયોમાં રશિયામાં 'ગોંધી રખાયા'ના આરોપો વિશે પુછાયું તો તેમણે કહ્યું કે, "બે પ્રકારના વીડિયો સામે આવ્યા છે, બીજા વીડિયોમાં આ લોકો ત્યાં હરતા-ફરતા પણ દેખાઈ રહ્યા છે. આ બધી બાબતોને ધ્યાને લઈને જ કોર્ટે રિંપલભાઈને જામીન આપ્યા છે."

આ સમગ્ર મામલે અમે રિંપલભાઈના પિતા અરવિંદભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ બતાવતો હતો. ઉપરાંત રિંપલભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમનો ફોન હાલ પોલીસના કબજામાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન