આ રશિયન મૉડલનો ચહેરો એક ફૂટબૉલ સ્ટારને મળતો આવે છે? વીડિયો વાઇરલ
આ રશિયન મૉડલ અનાસ્તાસિયા કોસ્ત્રોમિતિના વાઇરલ થઈ ગયાં છે અને એનું કારણ પણ જરા નવાઈ લાગે એવું છે. રશિયાના મૉડલ અનાસ્તાસિયાએ તેનો ચહેરો નૉર્વેના હાલ ચર્ચામાં રહેલા સ્ટાર ફૂટબૉલર એર્લિંગ હાલાન્ડને મળતો આવે છે એવું બતાવતા કેટલાક મજેદાર વીડિયો પોસ્ટ કર્યા, જેમાંની એક વીડિયો ક્લિપ 110 મિલિયન વ્યૂઝ એટલે કે 11 કરોડ વ્યૂઝ પર પહોંચી ગઈ.
અનાસ્તાસિયાનું કહેવું છે કે શરુઆતમાં તેને આ સરખામણી ગમી નહીં પણ હવે તેણે આને મજાક ગણી અપનાવી લીધી છે. તેમનું કહેવું છે કે, "સૌથી પહેલા તેની એક મિત્ર તેનો ચહેરો આ ફૂટબૉલ પ્લેયર સાથે મળતો આવતો હોવાનું કહ્યું હતું, જે વાતને તેના બીજા મિત્રો અને પરિવારે આગળ વધારી અને એ રીતે વાત વધતી જ ગઈ. "
"પ્રમાણિકતાથી કહું તો શરુઆતમાં તો તેને સમજાયું નહીં કે મારો ચહેરો કોઈ પુરુષ ખેલાડી સાથે કેવી રીતે મળતો આવતો હોઈ શકે. જો કે હવે મેં આ સ્વીકારી લીધું છે અને હું એને મજાકમાં લઉં છું."

ઇમેજ સ્રોત, Mattia Ozbot/Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



