અમદાવાદ : બાવળામાં પૂરનાં પાણી ઘૂસતાં ઘરો ડૂબ્યાં, ઘરવખરી તણાઈ, આ લોકોની કેવી હાલત થઈ?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
અમદાવાદ : બાવળામાં પૂરનાં પાણી ઘૂસતાં ઘરો ડૂબ્યાં, ઘરવખરી તણાઈ, આ લોકોની કેવી હાલત થઈ?
પ્રકાશિત

અમદાવાદ નજીક બાવળામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે લોકોનાં ઘરોમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે.

છેલ્લાં ત્રણ દિવસથી લોકો ઘરોમાં ફસાયેલા છે અને કિચન, ફ્રિજ, મશીનરી સહિતની ઘરવખરીને લાખો રૂપિયાનું ભારે નુકસાન પહોંચ્યું છે.

ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો છે કે સરકારી તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ તેમની દરકાર લેવા કે નુકસાનીનો સર્વે કરવા આવ્યા નથી.

જુઓ લોકોએ શું કહ્યું અને કેવી સ્થિતિ છે?

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા

અમદાવાદના બાવળામાં પૂરને કારણે ખરાબ સ્થિતિ અમદાવાદ : બાવળામાં પૂરનાં પાણી ઘૂસતાં ઘરો ડૂબ્યાં, ઘરવખરી તણાઈ, આ લોકોની કેવી હાલત થઈ? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન