મહિલાઓના શિક્ષણને લઈને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનાં પાંચ વર્ષમાં શું બદલાયું?

મહિલાઓના શિક્ષણને લઈને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનાં પાંચ વર્ષમાં શું બદલાયું?
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં તાલિબાનને શાસન સંભાળ્યા પછી લગભગ પાંચ વર્ષ થવાં આવ્યાં છે, જેના કારણે મહિલાઓના અધિકારોમાં ઘટાડો થયો છે, જેમાં તેમના શિક્ષણ પર પ્રતિબંધ પણ સામેલ છે.

મહિલાઓ માટે કામ કરવાની તક પણ ખૂબ મર્યાદિત રહી છે, મુખ્યત્વે આરોગ્ય અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં જ સીમિત છે.

તાલિબાનના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે આ જૂથ ઇસ્લામિક કાયદા હેઠળ અફઘાન મહિલાઓને તેમના અધિકારો આપવા વચનબદ્ધ છે.

જોકે, તાલિબાન અધિકારીએ મહિલાઓ માટે શિક્ષણ ક્યારે ફરી શરૂ થશે તેના અંગે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો.

બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેનો આ અહેવાલ જુઓ જેમાં તમામ મહિલાઓની ઓળખ છૂપાવવામાં આવી છે.

સાથે જ તેમના અવાજ બદલવામાં આવ્યા છે. કેમ કે તાલિબાન તરફથી તેમની સામે બદલારૂપી પગલાં લેવાનો ભય છે.