ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ગોળીબાર, જેને પકડવામાં આવ્યો છે તે સંદિગ્ધ કોણ છે?

ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ગોળીબાર, જેને પકડવામાં આવ્યો છે તે સંદિગ્ધ કોણ છે?

વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમ દરમિયાન થયેલી ગોળીબારની ઘટના પછી એક સંદિગ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ગોળીબારના અવાજો આવ્યા બાદ ભારે હથિયારો સાથે સજ્જ સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરી લીધા અને પછી તેમને તાત્કાલિક સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા..

આ પછી, ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર બે ફોટા શૅર કર્યા, જેમાં એકમાં એક શર્ટ વગરની વ્યક્તિ જમીન પર હાથ પાછળ બાંધીને પડેલી નજરે પડે છે. જેને "સંદિગ્ધ હુમલાખોર" માનવામાં આવે છે.

ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયામાં 'સંદિગ્ધ હુમલાખોર'ની તસવીરો પોસ્ટ કરી છે.

અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, સંદિગ્ધની ઓળખ 31 વર્ષીય કૉલ ટૉમસ ઍલન તરીકે થઈ છે, જે કૅલિફોર્નિયાના ટૉરન્સ શહેરનો રહેવાસી છે.

મેટ્રોપોલિટન પોલીસ વિભાગના ઇન્ચાર્જ ચીફ જૅફ્રી કેરોલે જણાવ્યું કે સંદિગ્ધ એ જ હોટલમાં રોકાયો હતો, જ્યાં કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. તે જે રૂમમાં રોકાયો હતો, તેની પણ તપાસ કરાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન