'દિલ્હીમાં, ગુજરાતમાં, આખા દેશમાં આવી ઘટના ઘટે છે', બંગાળની મહિલાઓએ સુરક્ષા વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, પશ્ચિમ બંગાળની મહિલાઓએ સુરક્ષા વિશે શું કહ્યું?
વાંચવાનો સમય: 1 મિનિટ

ઑગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું હતું અને હજારો લોકોએ રસ્તા પર ઊતરી આવીને ન્યાયની માગ કરી હતી.

આ ઘટના બાદ લોકોએ પણ મહિલાઓની સુરક્ષા પ્રત્યે સરકારના અભિગમ પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસ હજુ પણ કોર્ટમાં છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તે એક મુખ્ય ચૂંટણી મુદ્દો બની ગયો છે.

બીબીસીનાં ઇશાદ્રિતા લાહિરી અને દેવેશ ચોપરાએ કોલકતાની મહિલાઓ સાથે વાત કરી હતી કે આ ઘટનાથી શહેરમાં તેમની સલામતીની ભાવના પર કેવી અસર પડી છે.

તેમણે આ ઘટના પછી રાજ્ય સરકારે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લીધેલા પગલાની પણ સમીક્ષા કરી હતી.

કોલકાતા, મહિલા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન