You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દ્વારકા : ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવાનો સમગ્ર મામલો શું છે?
દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
ઓખા-દ્વારકા હાઇવે પર રૂપેણ બંદર પાસે આ બાંધકામ વર્ષોથી કરાયું હતું.
દ્વારકાના એસડીએમએ જણાવ્યું કે ત્રણ મહિનાની કાયદાકીય પ્રક્રિયા બાદ આ બાંધકામ તોડવામાં આવ્યું છે.
જ્યાં આ દબાણ કરાયું હતું તે જગ્યા ભારતીય નેવીના સ્ટ્રક્ચરથી અત્યંત નજીક હતું. અને 2500 સ્વેયર મીટર ખાલી કરાયેલી જગ્યાની કિંમત અંદાજે બે કરોડ 27 લાખ રૂપિયા થવા જાય છે.
બાંધકામ દૂર કરાયું તે સમયે તકેદારીના ભાગરૂપે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
જે બાંધકામ દૂર કરાયું છે તેની સાથે જોડાયેલા લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે, તેમને સંપર્ક નહોતો થઈ શક્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન